GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જૂનાગઢ જિલ્લાના ૧૪૭૩૬ વરિષ્ઠ અને ૧૨૯૩૫ દિવ્યાંગ મતદારોને ઘર બેઠા મતદાન કરવાની સવલત અપાશે

એક પણ મતદાતા મતાધિકારના ઉપયોગથી વંચિત ન રહે તે માટે ચૂંટણી તંત્રની પ્રતિબદ્ધતા

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : એક પણ મતદાર પોતાના મતાધિકારથી વંચિત ન રહે તેવી ભારતના ચૂંટણી પંચના નેમ છે. તેને સાર્થક કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં જિલ્લા ચૂંટણી તંત્ર કામ કરી રહ્યું છે,ત્યારે ચૂંટણી પંચના નિર્દેશાનુસાર જિલ્લાના ૫ વિધાનસભા મત વિસ્તારના ૮૫ વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટીઝન અને દિવ્યાંગ મતદારોને ઘર બેઠા વોટ કરવા માટેની સવલત આપવામાં આવશે.
જિલ્લાની પાંચ વિધાનસભા મતવિસ્તારમાં ૮૫+ ઉંમરના ૧૪૭૩૬ વરિષ્ઠ અને ૧૨૯૩૫ દિવ્યાંગ મતદારો છે, એટલે આમ, કુલ – ૨૭૬૭૧ મતદારોને ઘરે બેઠા મતદાન કરવાની સુવિધા આપવામાં આવશે.
આ મતદારોને મત આપવાની નોમિનેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શરૂ કરવામાં આવશે. આ માટે મદદનીશ ચૂંટણી અધિકારીની સુચના મુજબ BLO સહિતનો સ્ટાફ ડોર ટુ ડોર જઈ આ વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારો કે, જે મતદાન મથક પર મત આપવા ઇચ્છતા નથી અને ઘરે બેઠા જ વોટ કરવા માંગે છે તેમની પાસેથી 12-D ફોર્મ ભરવાની સહિત અન્ય જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરશે. પછીના તબક્કામાં આ વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારો પાસેથી મતપત્ર દ્વારા મત લેવામાં આવશે. આ માટે મતની ગુપ્તતા જળવાઈ રહે તે માટે મતકુટીર પણ ઉક્ત મતદાતાઓ સુધી લઈ જવામાં આવશે અને મત આપવાની પ્રક્રિયાની વિડીયોગ્રાફી પણ કરવામાં આવશે.
આમ,દેશનો એક પણ નાગરિક મત અધિકારના ઉપયોગ થી વંચિતના રહે તેવી પ્રતિબદ્ધતા સાથે ભારતીય ચૂંટણી પંચ અને ચૂંટણી તંત્ર કામ કરી રહ્યું છે.
જાણો… કંઈ વિધાનસભા બેઠકમાં કેટલા વરિષ્ઠ અને દિવ્યાંગ મતદાર છે
૮૫-માણાવદરમાં દિવ્યાંગ ૨૪૧૮ અને વરિષ્ઠ ૨૭૬૦, ૮૬-જૂનાગઢમાં દિવ્યાંગ ૪૭૦૯ અને વરિષ્ઠ ૩૧૫૫ ૮૭-વિસાવદરમાં દિવ્યાંગ ૨૧૮૮ અને વરિષ્ઠ ૩૩૭૭, ૮૮-કેશોદમાં દિવ્યાંગ ૨૦૮૬ અને વરિષ્ઠ ૨૬૩૩, અને ૮૯-માંગરોળમાં દિવ્યાંગ ૧૫૩૪ અને વરિષ્ઠ ૨૮૧૧ મતદાર છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!