AHAVADANG

ડાંગ: ચીખલી લાયન્સ ક્લબ દ્વારા પૂ.ડો.હેતલ દીદીનાં સાનિધ્યમાં અપંગ,મંદબુદ્ધિ અને વિધવા બહેનોને ધાબળા વિતરણ કરાયા.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાનાં ચીખલીનાં લાયન્સ ક્લબ ચીખલી દ્વારા ડાંગ જિલ્લામાં આવેલ તેજસ્વિની સંસ્કૃતિધામ વાસુર્ણાનાં પૂજ્ય ડૉ.હેતલદીદીના સાંનિધ્યમાં અપંગ,મંદ બુદ્ધિ ભાઈઓ બહેનો, વિધવા બહેનો,વિધુરોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યુ  હતુ.તેમજ  વાસુર્ણા પ્રાઇમરી સ્કૂલનાં વિદ્યાર્થીઓને પેન્સિલ, રબર અને બોલપેન તેમજ બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.

ડાંગના અંતરિયાળ ગામો જેવા કે પાયરઘોડી, બોરખલ, ટેમરૂનધરટા, ભાંદા, ઉમરપાડા, ટાકલીપાડા,વિહીરઆંબા,ચવડવેલ, ગાયખાસ, મહરાયચોન્ડ,સુંદા, કાસવદહાડ, ખાપરી,ગોડસ્ટા જેવા 14 જેટલા ગામોમાં 410 ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમનું ઉદઘાટન લાયન્સ ક્લબના PMJF લા. પરેશભાઈ પટેલ (ડિસ્ટ્રિક્ટ ગવર્નર)ના હસ્તે કરવામાં આવ્યુ હતુ.જેમાં દીપ પ્રાગટ્યમાં બ્રહ્મવાદીની પૂજ્ય ડૉ હેતલદીદી,લા.કેયુરભાઈ વશી રીઝ્યોનાલ ચેરમેન, લા.નરેન્દ્રભાઈ પટેલ ઝોન ચેરમેન, પ્રમુખ રવિ ભટ્ટ,  મંત્રી લા. કેતન આંબલીયા, ટ્રેઝરર લા.મહેન્દ્રભાઈ પટેલ તેમજ પ્રોજેક્ટ ચેરમેન લા. ડૉ.શરદ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજવી ધનરાજસિંહ સૂર્યવંશી, અનમોલ મહારાજ અને તેજસ્વીની સંસ્કૃતિ ધામના સમગ્ર પરિવાર તેમજ લાયન્સ ક્લબ ચીખલીના તમામે તમામ સભ્યોએ જેહમત ઉપાડી હતી.અને અંતરીયાળ ગામડાઓમાં માનવતાની મહેક પ્રસરાવી હતી..

Back to top button
error: Content is protected !!