BHACHAUGUJARATKUTCH

ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસ ખાતે રાષ્ટ્રગીત “વંદે માતરમ્”ની ૧૫૦ વર્ષની ઉજવણી કરાઈ

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.

ભચાઉ,તા-૦૮ નવેમ્બર : ભારતની આઝાદીની લડત સમયે નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની અડગ આસ્થા સ્થાપિત કરનાર વંદે માતરમ્ ગીતને ૧૫૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે, જે અંતર્ગત ૭ થી ૨૬ નવેમ્બર સુધી રાષ્ટ્ર ગીતના સન્માનમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાવામાં આવ્યું છે. જેની કચ્છના વિવિધ તાલુકાઓમાં પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે તાલુકા હેલ્થ ઓફિસ ભચાઉ ખાતે રાષ્ટ્રગીત “વંદે માતરમ્”ની ૧૫૦ વર્ષની ઉજવણી અંતર્ગત રાષ્ટ્રીય ગીતનું સામૂહિક ગાન તથા સ્વદેશી શપથ કાર્યક્રમ યોજાયો હતો.

Back to top button
error: Content is protected !!