વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી , તા-૦૨ ઓક્ટોબર : કચ્છ જિલ્લાના આંગણવાડી કેન્દ્રોમાં પોષણ અને સ્વચ્છતાને લગતી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે ત્યારે આંગણવાડીમાં પુરુષોની સહ ભાગીદારી વધારવા વિવિધ ગામની ગ્રામસભામાં પોષણનો મુદ્દો ચર્ચામાં લેવાયો હતો તથા પોષણ શપથ લેવડાવવામાં આવી હતી. આંગણવાડીમાં મળતા ત્રી શક્તિ પૌષ્ટિક આહાર મિશ્રણના પ્રચાર પ્રસાર વિશે પણ વાત કરવામાં આવી હતી.ગાંધી જયંતી નિમિત્તે ખાસ ગ્રામસભા યોજવામાં આવી હતી જેમાં પોષણ માસ અંતર્ગત પોષણ સંગમ દ્વારા કુપોષણ નિવારણના મુદ્દાની ચર્ચા સાથે આંગણવાડીમાં બાળકોને ગાંધીજીના જીવન વિશેની સમજ આપી વેશભૂષા હરીફાઇ યોજવામાં આવી હતી. કાનમેર, ભીરંડીયારા, માધાપર સહિતના ગામની ગ્રામસભામાં કિશોરીઓને પોષણ, સ્વચ્છતા વિશે તેમજ ગ્રામજનોને સ્વચ્છતાનું મહત્વ સમજાવી સાથે હેન્ડ વોશની પ્રવૃત્તિ કરવામાં આવી હતી.