સુરેન્દ્રનગર મનપા ખાતે રાષ્ટ્રગીત વંદે માતરમની 150મી વર્ષગાંઠની ઉજવણી

તા.07/11/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સન 1875માં રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન રાષ્ટ્રગીત “વંદે માતરમ્”ના માધ્યમ દ્વારા રાષ્ટ્ર ચેતના અને માતૃભૂમિ માટેના ગર્વની એકસૂત્રતાના સંદેશ થકી સમગ્ર ચળવળને એકતાંતણે બાંધનાર આ ગીતની આજે 150 વર્ષ પૂર્ણ થતા સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે માન. મ્યુનિસિપલ કમિશનર ડો. નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રગીતની 150મી વર્ષગાંઠ ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન કરતા મ્યુનિસિપલ કમિશનર ડો. નવનાથ ગવ્હાણેએ જણાવ્યું કે રાષ્ટ્રગીત વંદે માતરમ્ ભારતની સંસ્કૃતિ, નદીઓ, પર્વતોના સ્વરૂપોનું મહત્વ તથા સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતું ગાન છે આ ગીતમાં ભારતની અખંડિતતા અને એકતાનું વર્ણન કરવામાં આવ્યું છે જે દેશના પ્રાચીન ઐતિહાસિક વારસાને પ્રતિબિંબિત કરે છે તેમણે વધુમાં કહ્યું કે દેશ માટે કાંઈને કાંઈ યોગદાન આપવું એ આપણા દરેકની ફરજ છે સ્વદેશી વસ્તુઓ અપનાવીને માન. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવામાં આપણું યોગદાન આપવું જોઈએ આ પ્રસંગે MoH ડો. દર્શન પટેલે વંદે માતરમ્ ગીતનું વર્ણન કરતા તેના મહત્વ અને રચના વિશે ઉપસ્થિતોને વિગતવાર માહિતી આપી હતી આ કાર્યક્રમમાં મહાનગર પાલિકાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ રાષ્ટ્રગીતની મૂળ રચનાનું સામૂહિક ગાન કર્યું હતું તેમજ ઉપસ્થિત સૌએ સ્વદેશી વસ્તુઓ અપનાવવાની અને દેશના વિકાસમાં યોગદાન આપવાની શપથ લીધી હતી આ કાર્યક્રમમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર અર્જૂન આર. ચાવડા, નાયબ કાર્યપાલક ઈજનેર કે.જી. હેરમા સહિત મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




