
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૦૪ નવેમ્બર : સમસ્ત બ્રહ્મ સમાજના શિક્ષણક્ષેત્રે સતત ઉન્નતિ અને પ્રેરણાદાયી કાર્યને બળ આપવા હેતુસર દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા તેજસ્વી તારલાઓનું સરસ્વતી સન્માન સમારોહ તેમજ સ્નેહમિલન કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવવામાં આવશે.આ કાર્યક્રમ સંવત ૨૦૮૨ કારતક વદ ત્રીજ, શનિવાર તા. ૮ નવેમ્બર, ૨૦૨૫ના રોજ સાંજે ૪-૦૦ કલાકે, ટાઉન હોલ, ભુજ ખાતે યોજાશે. કાર્યક્રમ દરમ્યાન વર્ષ દરમિયાન શૈક્ષણિક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.આ તકે બ્રહ્મ સમાજના આગેવાનો, શિક્ષણપ્રેમી દાતાશ્રીઓ તથા ભુજ શહેર અને તાલુકાના પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આશીર્વાદ તથા પ્રોત્સાહન આપશે.સરસ્વતી સન્માન સમારોહ સાથે સ્નેહમિલનનો કાર્યક્રમ પણ યોજાશે, જેના વડે સમાજના સભ્યો વચ્ચે પરસ્પર સૌહાર્દ અને એકતાનો સંદેશ પણ વહેતો રહેશે.ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મસમાજે સમાજના તમામ સભ્યો, વિધાર્થીઓ સહ વાલીગણ અને શુભેચ્છકોને આ પ્રસંગે સહપરિવાર ઉપસ્થિત રહી આ ઉજવણીને વધુ ઉજ્જવળ બનાવવા માટે હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે, એમ ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ રવિભાઈ ત્રવાડીની યાદીમાં જણાવાયું છે.

				


