ધ્રાંગધ્રા આર્યસમાજમાં 152મો સ્થાપના દિવસ: પંચકોટી મહાયજ્ઞ સાથે વૈદિક સંસ્કૃતિનો સંદેશ

તા.20/03/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના આર્ય સમાજ ખાતે આજે આર્ય સમાજનો 152મો સ્થાપના દિવસ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો મહર્ષિ દયાનંદ સરસ્વતી દ્વારા સ્થાપિત આર્ય સમાજના વૈદિક મૂલ્યોને આજે પણ જીવંત રાખવાના સંકલ્પ સાથે કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે પંચકોટી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આચાર્ય પ્રિયેશજીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી યજ્ઞમાં શહેરના આગેવાનો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને વૈદિક મંત્રોચ્ચાર સાથે આહુતિઓ અર્પણ કરી ધાર્મિક માહોલ સર્જાયો હતો ધ્રાંગધ્રા આર્યસમાજ છેલ્લા 82 વર્ષથી સમાજમાં શારીરિક અને આધ્યાત્મિક ઉર્જાના વિકાસ માટે મહત્વપૂર્ણ કામગીરી કરી રહ્યું છે કાર્યક્રમ દરમિયાન સંસ્કાર, શિક્ષણ અને વૈદિક જીવનશૈલી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આયોજકો દ્વારા જણાવાયું હતું કે આર્ય સમાજના સિદ્ધાંતો આજના યુગમાં પણ એટલાજ પ્રાસંગિક છે અને સમાજમાં સકારાત્મક પરિવર્તન માટે આ પ્રકારના આયોજન જરૂરી છે આ સમગ્ર કાર્યક્રમ ધર્મ, સંસ્કાર અને સામાજિક એકતાનું પ્રેરણાદાયક ઉદાહરણ બન્યો હતો.





