
થરા ખાતે રાધેશ્યામ મહિલા મંડળ દ્વારા ઓગડ તાલુકા પંચાયતના પ્રમુખપતિ-ઉપપ્રમુખપતિ નું સન્માન કર્યું..
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે સુપ્રસિદ્ધ રાધેશ્યામ મહિલા મંડળ અને પ્રમુખ ગોદાવરીબેન ત્રિવેદીનું સૌથી જૂનું અને અગ્રેસર એવું ‘રાધેશ્યામ મહિલા મંડળ’ હંમેશા સેવા કાર્યોમાં અગ્રેસર રહ્યું છે.ગૌ માતા,ગરીબ પરિવારો, પશ-પક્ષીઓની સેવા,વૃદ્ધાશ્રમ, ગૌશાળા અને અનાથ આશ્રમના બાળકોની મુલાકાત લઈ અવિરત સેવા આપવી એ આ મંડળનો મુખ્ય સંકલ્પ રહ્યો છે. હાલ પવિત્ર અધિકમાસ (પુરૂષોત્તમ માસ) ચાલી રહ્યો છે, જેને સંતો-ભક્તો અત્યંત પુણ્યશાળી અને મોક્ષ આપનારો મહિનો માને છે.આ પવિત્ર મહિનામાં માત્ર હરિભજન, કીર્તન અને ગરીબોની સેવા જ મુખ્ય હોય છે.ભજન કીર્તન માટે થરા સ્ટેટ માજી રાજવી પરિવરના દાનવીર દાતા ચંદ્રસિંહ વિજયસિંહ,સ્વ. ગજેન્દ્રસિંહ રણજીતસિંહ વાઘેલા સાવજ જેવા સુપુત્રો સ્વ.પ્રતિપાલસિંહ અને જયદેવસિંહ દ્વારા ભક્તિનગર સોસાયટીની મધ્યમાં બહેનોને એક ભવ્ય ‘સત્સંગ ભવન’ ભેટ આપવામાં આવ્યું છે.સત્સંગ ભવનમાં અત્યારે પુરૂષોત્તમ ભગવાનની કથા, કીર્તન અને ભગવાનનું માહાત્મ્ય ખૂબ જ ધામધૂમથી વંચાઈ રહ્યું છે, યથાશક્તિ જે પણ દાન એકત્રિત થાય છે તેનો ઉપયોગ તરત જ સેવલક્ષી કાર્યોમાં કરવામાં આવે છે.તાજેતરમા ઓગડ તાલુકા પંચાયતની ચૂંટણીમાં વિજય થતા થરા સ્ટેટ માજી રાજવી પૃથ્વીરાજસિંહ વાઘેલા,પ્રમુખ પતિ દશરથજી ઠાકોર,ઉપપ્રમુખ પતિ નિરંજનભાઈ ઠક્કર, મુકેશસિંહ વાઘેલા,કૃષ્ણસિંહપાલસિંહ વાઘેલા,તાણા પૂર્વસરપંચ દશરથભાઈ ઠક્કર રાધેશ્યામ મહિલા મંડળ ખાતે પધાર્યા હતા.ત્યાં પૂજ્ય ગુરુ ગોદાવરીબેન અને રાધેશ્યામ મહિલા મંડળની તમામ બહેનોએ આશીર્વાદ આપ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 22530





