BHUJGUJARATKUTCH

કચ્છ મોરબી લોકસભા બેઠકના ૧૬૨૩ મતદારોએ હોમ વોટિંગ કર્યું.

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના માર્ગદર્શનમાં ટીમો ઘરે ઘરે જઈને બેલેટ પેપર દ્વારા કરાવી રહી છે મતદાન.

વાત્સલ્યમ્ સમાચાર.

બ્યુરોચીફ  :- બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-ભુજ કચ્છ.

દિવ્યાંગ અને ૮૫ + વર્ષની વયના મતદારોએ હોમ વોટિંગ કરીને નિભાવી પોતાની ફરજ

ભુજ,તા-28 એપ્રિલ : આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે ૮૫+ ઉંમરના વરિષ્ઠ નાગરિકો તથા વિકલાંગ મતદારો ઘર બેઠા પોતાના મતાધિકારનો ઉ૫યોગ કરી શકે તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે માર્ગદર્શિકા અન્વયે કચ્છ સંસદીય મતદાર વિભાગમાં બી.એલ.ઓ.શ્રી દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી હતી. જે અન્વયે કચ્છના ૬૫-મોરબી સહિતના અલગ અલગ મતદાર વિભાગમાંથી ૮૫ વર્ષ + કેટેગરીના ૧૨૯૬ મતદારો તથા ૪૧૫ PWD મતદારો સહિત કુલ ૧૭૧૧ મતદારોના ફોર્મ પ્રાપ્ત થયા હતા.  ઉકત વિગતે કુલ ૧૭૧૧ મતદારોના ઘરે જઈને વોટિંગ કરાવવા કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા કુલ ૧૦૭ જેટલી પોલીંગ ટીમો, માઈક્રો ઓબ્ઝર્વર, પોલીસ તથા વીડિયોગ્રાફર સહિત અધિકારીઓ સાથે ઘરે જઈને તા.૨૫/૦૪/૨૦૨૪ થી તા.૨૮/૦૪/૨૦૨૪ સુધી મતદાન કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.જેમાં તા.૨૭/૦૪/૨૦૨૪ સુધીમાં ૮૫+થી ઉંમર ધરાવતા તથા PWD મતદારો દ્વારા હોમ વોટિંગ કરવામાં આવ્યું હતું. જે પૈકી ૮૫+ કેટેગરીના ૧૨૩૬ મતદારો તથા ૩૮૭ PWD મતદારો સહિત કુલ ૧૬૨૩ મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!