લીંબડી હાઇવે પર 1.68 કરોડની ઈમીટેશન જ્વેલરીની લૂંટનો પકડાયેલ મુદ્દામાલ મુળ માલીકને સોંપ્યો.
પાણશિણા પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યકમનું આયોજન કરાયું.

તા.30/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
પાણશિણા પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યકમનું આયોજન કરાયું.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અમદાવાદ નેશનલ હાઇવે પર જનશાળી ગામના પાટિયા પાસે 6 માર્ચ 2024ની મોડી રાત્રે લુંટારૂઓ ત્રાટક્યા હતા જેમાં લુંટારૂઓએ અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ આવતી કુરીયર પીકઅપ વાનને નિશાન બનાવી ચાંદીના દાગીના, ચાંદીના ચોરસા, અને ઇમિટેશન જ્વેલરીના પાર્સલોની લુંટ કરી ફરાર થાય હતા ત્યારે આ બનાવ અંગે ફરિયાદ પાણશિણા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઇ હતી જે અનુસંધાને જિલ્લા પોલીસ વડા ગિરીશ પંડ્યાની સુચના અને માર્ગદર્શન મુજબ પોલીસે ચકચારી લૂંટની ઘટનાને અંજામ આપનાર આરોપીઓને ગણતરીના દિવસોમાં જ ઝડપી અને મુદામાલ કબ્જે કર્યો હતો જ્વેલર્સ આકાશભાઇ વિનોદભાઈ દરજી, જેવર સિલેક્શનના ગૌરવભાઇ પ્રવિણભાઈ પાટડીયા તથા જયનમ જ્વેલર્સના પ્રકાશભાઈ ઇન્દ્રમલભાઇ શાહને બોલાવી તમામ રીકવર કરાયેલો મુદામાલ સુપ્રત કર્યો હતો ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા પાણશીણા પીએસઆઇ પી બી જાડેજા, કુલદિપસિંહ ગોહેલ, સંદીપસિંહ રાણા તથા સ્ટાફે જહેમત ઉઠાવી હતી કબ્જે કરેલા મુદામાલની કાયદાકીય કાર્યવાહી પુર્ણ કરી નાયબ પોલીસ અધિક્ષક વી એમ રબારીએ પાણશિણા પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યકમનું આયોજન કર્યું હતું જેમાં લુંટ કેસમાં કબ્જે કરેલ 41 કિલો ચાંદી કિં.રૂ. 1.70 કરોડ એમ તમામ મુદામાલ આ કેસના મુળ માલિક અમદાવાદના આશિર્વાદ જ્વેલર્સ આકાશભાઇ વિનોદભાઈ દરજી, જેવર સિલેક્શનના ગૌરવભાઇ પ્રવિણભાઈ પાટડીયા તથા જયનમ જ્વેલર્સના પ્રકાશભાઈ ઇન્દ્રમલભાઇ શાહને બોલાવી તમામ રીકવર કરાયેલો મુદામાલ સુપ્રત કર્યો હતો ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા પાણશીણા પીએસઆઇ પી બી જાડેજા, કુલદિપસિંહ ગોહેલ, સંદીપસિંહ રાણા તથા સ્ટાફે જહેમત ઉઠાવી હતી.




