BANASKANTHAGUJARAT

સરિયદમાં પ્રજાપતિ સમાજના ૧૬ ગામ દ્વારા નવમો સ્નેહ મિલન પ્રોત્સાહક ઈનામ યોજાયો.

શ્રી સમાલ પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજ સોળ ગામ દ્વારા સ્નેહ મિલન સહ નવમો પ્રોત્સાહક ઈનામ વિતરણ સમારોહ-૨૦૨૫

સરિયદમાં પ્રજાપતિ સમાજના ૧૬ ગામ દ્વારા નવમો સ્નેહ મિલન પ્રોત્સાહક ઈનામ યોજાયો.

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના સરિયદ ખાતે માધવબાગ સોસાયટીમાં શ્રી સમાલ પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજ સોળ ગામ દ્વારા સ્નેહ મિલન સહ નવમો પ્રોત્સાહક ઈનામ વિતરણ સમારોહ-૨૦૨૫ પરમ પૂજ્ય સંતશ્રી સોહમરામ મહારાજની પાવન નિશ્રામાં સ્વ. જગમાલભાઈ રામશીભાઈ પ્રજાપતિ પરિવારના અધ્યક્ષ સ્થાને આજરોજ તા.૦૨/૧૧/૨૦૨૫ ને રવિવારના રોજ સવારે પ્રમુખ વીરચંદભાઈ પ્રજાપતિ, મંત્રી નટવરભાઈ નાયતા,સહમંત્રી વીરચંદભાઈ મોરપા, જયંતીભાઈ પાટણ સહીત કારોબારી,મુખ્ય મહેમાન પ્રજાપતિ અમરબેન વીરચંદભાઈ, કમળાબેન પ્રજાપતિ પાટણની ઉપસ્થિતિમા યોજાયો હતો.શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિકેળવણી મંડળ પાટણના પ્રમુખ શાંતિલાલ પ્રજાપતિ,શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિ,શ્રી આઠ પરગણા પ્રજાપતિ વઢિયાર યુવા સંગઠન થરાના પ્રમુખ ઉમેશભાઈ પ્રજાપતિ,શ્રી ઉત્તર ગુજરાત ગુર્જરપ્રજાપતિ સમાજ (બારગોળ) સુરતના પૂર્વ પ્રમુખ લીલાભાઈ પ્રજાપતિ,સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત પાટણ જિલ્લાના મહામંત્રી દલસુખભાઈ પ્રજાપતિ,શ્રી સમી પરગણા પ્રજાપતિ સમાજના મંત્રી ભાવાભાઈ પ્રજાપતિ સહીત આમંત્રિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટય કરી બાળાઓ એ સ્વાગત ગીત દ્વારા મહેમાનો નું સ્વાગતબાદ શિક્ષક રૂગનાથભાઈ પ્રજાપતિએ શાબ્દિક શબ્દો દ્વારા સ્વાગત કરી કારોબારી દ્વારા પુષ્પ ગુચ્છ આપી શાલ ઓઢાડી દાતાઓ તેમજ મહેમાનોનું સન્માન કર્યું હતું.ધોરણ ૧ થી ૧૨,કોલેજ તેમજ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તથા પ્રાથમિક શિક્ષક/જુનિયર ક્લાર્ક સચિવાલય/એચ.સી.પોસ્ટ મેન/હેલ્થ વર્કર/મહિલા લોકરક્ષક/કંડકટર સહિત અનેક જગ્યાએ નવનિયુક્ત નોકરી મેળવનાર કર્મચારી સહીત ૯૧ થી વધુ તેજસ્વી તારલાઓને દાતાઓ દ્વારા સન્માનપત્ર, ટ્રોફી,સિલ્ડ આપી સન્માનિત કરી સંતશ્રી સોહમરામ મહારાજે આશીર્વાદ આપ્યા હતા.ઈનામ વિતરણ સમારોહમા ભોજન પ્રસાદ,મંડપ,સાઉન્ડ અને નાસ્તા પાણી સંપૂર્ણ ખર્ચનો લાભ સ્વ.લાડુબેન જગમાલભાઈ રામશીભાઈ કંબોયા પરિવારે લીધો હતો.આ પ્રસંગે શ્રી સમાલ પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજ સહીત વિશાળ સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહેલ.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શિક્ષક રૂગનાથભાઈ તથા નારણભાઈ જયારે આભાર વિધિ નરોત્તમભાઈ પ્રજાપતિએ કરી હતી.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. ૯૯૭૯૫ ૨૧૫૩૦

Back to top button
error: Content is protected !!