
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : વૈડી અને મેશ્વો ડેમ થયા ઓવરફ્લો,જિલ્લાના તમામ જળાશયો પાણી ની આવક, ખેડૂતોમાં ખુશીનો માહોલ
અરવલ્લી જિલ્લામાં ગત રાત્રિથી સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે તેમજ ઉપર વાસમાં વરસેલા વરસાદને કારણે ડેમોમાં પાણીની આવક વધી રહી છે. ઉપરવાસમાં વરસાદ વધતા મેઘરજનો વૈડી ડેમ ઓવરફ્લો થયો છે.
સિંચાઈ વિભાગ દ્વારા મળેલી માહિતી અનુસાર માઝુમ ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમમાં થી ત્રણ દરવાજા મારફતે 3 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તે ઉપરાંત મેશ્વો અને વૈડી ડેમ 100 ટકા ક્ષમતા સુધી ભરાઈ ગયા હતો અને ઓવરફ્લો થયો હતો બીજી તરફ હાથમતી ડેમ પણ ભરાતા ભિલોડા વિસ્તારના કેટલાક ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા મેઘરજ ના વૈડી ડેમ પણ ઓવરફ્લો થતા વિસ્તારમાં આવેલા 9 ગામના લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. બીજી તરફ અચાનક પાણી છોડવામાં આવે અથવા વરસાદ વધુ વધે તો નદીકાંઠાના વિસ્તારોને સતર્ક રહેવા જરૂરી સૂચન આપવામાં આવ્યું હતું .તેથી તંત્ર દ્વારા ગામજનોએ સાવચેતી રાખવા, નદી-નાળાની આસપાસ ન જવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.અરવલ્લીમાં વરસાદી માહોલ વચ્ચે ડેમો ભરાઈ જતા લોકોમાં ખુશી સાથે સતર્કતા પણ જોવા મળી રહી છે.




