
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લો ભ્રષ્ટાચારમાં ખદબદી રહ્યો હોય તેવી ઘટનાઓ શામપુર પંચાયતમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થેયલ હોવાના આક્ષેપો
ત્યારે ફરી એકવાર મોડાસા તાલુકામાં આવેલાં શામપુર પંચાયતમાં મોટા પાયે ભ્રષ્ટાચાર સામે આવ્યો છે… શુ છે સમગ્ર મામલો અને કોણ છે આ ભ્રષટાચારીઓ જાણો
ભ્રષ્ટાચારનો સડો હવે હવે ગ્રામ્ય વિસ્તારોમાં ઉધેવની માફક ગુસી ગયો છે… મોડાસા તાલુકાના શામપુર ગામમાં પંચાયત, અને તાલુકા પંચાયતના સભ્યોના પતિઓ એ સાંઠગાંઠ કરીને લાખો રૂપિયાની ગ્રાન્ટ ચાઉં કરી છે… પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ માંથી પતરાનો શેડ અને પેવર બ્લોકનુ કામ કરવાનું હતુ પરંતુ સરપંચ, ઉપસરપંચ, તાલુકા પંચાયતના દેલિકેત ના પતિઓ એ માત્ર એક લાખનો નામ પૂરતો શેડ કરીને બિલ પાસ કરાવી દીધું… અને પેવર બ્લોક તો ક્યાંય દેખાતા જ નથી… ઉલટામાં તાલુકા પંચાયતના સભ્યના પતિ પોતે જ કોન્ટ્રાકટર બની ને ગામના કામોમાં ભ્રષટાચાર આચરતા હોવાના આક્ષેપો ઉઠ્યા છે.
આટલે સુધી તો ઠીક હતુ… પરંતુ કામ વગરના બોર કરીને ભ્રષ્ટાચારની હદ વટાવી લીધી… ગ્રામજનોનું કેહવુ છે કે ગામમાં પાણીની કોઈ તંગી નથી તેમ છતાં બોર કર્યા છે…એક બોર ઉપસરપંચે પોતાના ઘર આગળ અને બીજો બોર તાલુકા પંચાયતના સભ્યના ઘર આગળ કરવામાં આવ્યો છે… અને ત્રીજો બોર તો જ્યાં પેહેલે થી બોર હતો તેની બાજુમાં જ કરવામાં આવ્યો છે.





