સુરેન્દ્રનગરમાં મોબાઈલના દુરૂપયોગથી વિખૂટા પડેલા પરિવારને 181 અભયમે ફરી જોડ્યો
તરુણીને પોતાની ભૂલ સમજાતા માતા-પિતા સાથે ઘરે પરત ફરી, 181 ટીમની સમયસર અને અસરકારક દરમિયાનગીરી બદલ માતા પિતાએ સરકારનો આભાર માન્યો.

તા.04/12/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
તરુણીને પોતાની ભૂલ સમજાતા માતા-પિતા સાથે ઘરે પરત ફરી, 181 ટીમની સમયસર અને અસરકારક દરમિયાનગીરી બદલ માતા પિતાએ સરકારનો આભાર માન્યો, ગુજરાત સરકારની ૧૮૧ મહિલા હેલ્પલાઈન અભયમ ટીમ દ્વારા સુરેન્દ્રનગર શહેર વિસ્તારમાં એક સંવેદનશીલ કિસ્સામાં માતા-પિતા અને તરુણી વચ્ચે સમાધાન કરાવી પરિવારનું પુનઃમિલન કરાવવામાં આવ્યું હતું ૧૪ વર્ષની એક તરુણી મોબાઈલ ફોનનો દુરુપયોગ કરી રહી હોવાની જાણ તેના માતા-પિતાને થતાં તેમણે તેને ઠપકો આપી મોબાઈલ ફોન લઈ લીધો હતો આ બાબતથી નારાજ થઈને તરુણી ઘરેથી નીકળી ગઈ હતી તરુણી મળી આવતાં ૧૮૧ મહિલા હેલ્પલાઈન પર કોલ આવ્યો હતો અને મદદ માટે વિનંતી કરવામાં આવી હતી કોલ મળતાની સાથે જ કાઉન્સેલર રિંકલ મેત્રા મહિલા પોલીસ જાગૃતિબેન અને પાઇલોટ સંજયભાઈ ચાવડા સહિતની ૧૮૧ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી તરુણી તે સમયે પોલીસ સ્ટેશનમાં હતી અને તેના માતા-પિતા પણ હાજર હતા ટીમે તરુણી અને તેના માતા-પિતાનું વિગતવાર કાઉન્સેલિંગ કર્યું હતું કાઉન્સેલિંગ દરમિયાન, તરુણીને કાયદાકીય પાસાંઓ અને તેના ભવિષ્ય વિશે સમજણ આપવામાં આવી હતી કાઉન્સેલિંગના અંતે તરુણીને પોતાની ભૂલ સમજાઈ હતી અને તેણે ભવિષ્યમાં મોબાઈલ ફોનનો દુરુપયોગ નહીં કરવાની ખાતરી આપી હતી તરુણીએ માતા-પિતા સાથે ઘરે પાછા જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી ૧૮૧ ટીમે માતા-પિતાની રાજીખુશીથી તરુણીને તેમને પરત સોંપી હતી પોતાની દીકરી સુરક્ષિત મળી જતાં તરુણીના માતા-પિતાએ ગુજરાત સરકારની ૧૮૧ મહિલા હેલ્પલાઈન ટીમનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો આ કિસ્સામાં ૧૮૧ ટીમે સમયસર અને અસરકારક દરમિયાનગીરી કરીને એક પરિવારને વિખેરાતો બચાવ્યો હતો.




