તા.૨૭. ૦૭. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:ઝાલોદ તાલુકાના કાળીગામમાં મનોરોગી મહિલા ને સુરક્ષિત આશ્રય અપાવતા ૧૮૧ અભયમ ટીમ દાહોદ
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કાળીગામમાં આવેલ રવાળી ફળિયા માંથી એક જાગૃત વ્યક્તિએ ૧૮૧ માં કોલ કરેલ એક માનસિક અસ્વસ્થ નિવસ્ત્ર મહિલા રોડ પર ચાલી રહેલ છે ૧૮૧ અભયમ ટીમ પર એક જાગૃત વ્યક્તિનો કોલ આવતા જણાવેલ કે હાઈવે રોડ ઉપર એક માનસિક અસ્વસ્થ નિવસ્ત્ર મહિલા ચાલીને જઈ રહેલ છે ૧૮૧ વન ટીમ દાહોદ તાત્કાલિક સ્થળે પર પહોંચી માનસિક અસ્વસ્થ્ય નિવસ્ત્ર મહિલા રોડથી ખેતરમાં જતી રહી હતી.૧૮૧ ટીમ એ મહિલાની શોધખોળ હાથ ધરતા મહિલા નિવસ્ત્ર હતી તો ૧૮૧ ટીમે કપડા પહેરાવી ને નિવસ્ત્ર મહિલાને ૧૮૧ વાન જોડે વિશ્વાસ અને લાગણીશીલ સ્વભાવ બતાવી અને વાતચીત કરીને મહિલાને નજીક બોલાવી.મહિલાને ૧૮૧ ટીમ પર વિશ્વાસ આવતા નજીક આવી.બાદમાં તે મહિલાને ૧૮૧ ટીમે સમજાવ્યું કે આપણે એક સ્ત્રી છીએ કપડા વગર આવી રીતે ખુલ્લામાં ના ફરી શકાય બધા માણસો ખરાબ સમજે તેવી રીતે મહિલા જોડે લાગણીશીલ વાતચીત કરી મહિલાને સમજાવી અને બંધ ઓરડામાં (કોઈ માણસ ન દેખી તેવી જગ્યાએ.) લઈ જઈને કપડાં પહેરાવ્યા બાદમાં માનસિક અસ્વસ્થ મહિલાને ૧૮૧ વાનમાં બેસાડી. વ્યક્તિગત કાઉન્સિલિંગ કર્યું.મહિલા હિન્દી ભાષા અને અંગ્રેજી સમજતી હતી અને તે બીજા રાજ્ય મધ્યપ્રદેશ બાજુના હતી.મહિલાને વધારે પૂછપરછ કરી.અને તેના પરિવારનો કોન્ટેક નંબર લેવાની કોશિશ કર્યું.બે મોબાઈલ નંબર મહિલાએ લખી બતાવ્યું.પણ તે નંબર લાગ્યુ નહીં. મહિલાએ તેના પરિવારના નામ બતાવ્યા.મહિલા ના પરિવારની જાણ ન થતા મહિલાને આશ્રય ની જરૂર હોવાથી સખી વન સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે આશ્રય મુકવામાં આવી છે