GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકા નજીકના વિસ્તારનાં એક વર્ષના બાળકનું માતા સાથે મિલન કરાવતી 181 અભયમ ટીમ.

તારીખ ૨૯/૦૩/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના નજીકના વિસ્તારમાંથી ૧૮૧ મહિલા હેલ્પલાઇન ઉપર કોલ આવતા પીડિત મહિલાએ જણાવેલ કે “અમારા ઘરેલુ ઝગડાના કારણે મારું બાળક મારા સાસરીવાળાએ લઈ લીધું છે અને મને પરત આપતાં નથી, તેથી મારા સાસરીવાળાને સમજાવવા માટે મને ૧૮૧ અભયમ ટીમની મદદની જરૂર છે.” ત્યારબાદ કાલોલ ૧૮૧ અભયમ ટીમ તાત્કાલીક સ્થળ પર પહોંચી પીડિત મહિલા સાથે વાતચીત કરી,ત્યારે પીડિત મહિલાએ જણાવ્યું કે “અમારા ઘરેલુ ઝઘડાના કારણે હું જ્યારે પ્રેગનેન્ટ હતી ત્યારે મારા પતિ અને સાસુ-સસરા મને અપશબ્દો બોલી હેરાન કરતા હતા.જેથી મેં મારા પિયરવાળાને જાણ કરી. જેથી મારા ભાઈ મને પિયર લઈ ગયા. જ્યારે બાળકનો જન્મ થયો ત્યારે મારા સાસુ-સસરા બાળકને જોવા હોસ્પિટલ પણ ના આવ્યા અને જ્યારે મારું બાળક એક વર્ષનું થયું ત્યારે મારા સાસરીવાળાએ બાળક લઈ લીધું.જ્યારે હું મારા બાળકને સાસરીવાળા પાસે માંગવા ગઈ ત્યારે મારા જોડે મારપીટ કરી,ઝગડો કરી અને અપશબ્દ બોલી મને ઘરમાંથી બહાર કાઢી મૂકી. જેથી મેં મદદ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન પર કોલ કરીને જાણ કરી.”ત્યારબાદ ૧૮૧ કાલોલ અભયમ ટીમ દ્વારા બંને પક્ષનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું. ત્યારે ત્યાં તેમના પતિ અને સાસુ-સસરા હાજર હતા. અભયમ ટીમ દ્વારા તેઓને સમજાવવામાં આવ્યું કે “બાળક ઉપર માતા-પિતા બંનેનો અધિકાર હોય છે, પરંતુ ઘરેલુ ઝગડાના કારણે ૧ વર્ષના બાળકને તેની માતાથી અલગ કરવું તે યોગ્ય નથી. તેને માતાના દૂધની જરૂર હોય છે, તેથી નાનું બાળક તેની માતા પાસે જ રાખવું જોઈએ.” જેથી તેમના સાસુ-સાસરા અને પતિને પોતાની ભૂલ સમજાઈ અને બાળકને માતા પાસે સોંપવા તૈયાર થયા. ત્યારબાદ બાળકને તેની માતાને સોંપી પીડિતાના સાસરીવાળાએ જણાવ્યું કે”જ્યાં સુધી અમારા ઘરેલુ ઝગડાનું નિરાકરણ બંને પક્ષનાં આગેવાનો ભેગા મળીને ના લાવે ત્યાં સુધી અમે અમારી વહુને અહીં સાસરીમાં નહિ રાખીએ.”પીડિતા પણ આ વાતથી સેહમત હતાં અને તેઓ બાળકને લઇ તેમના પિયર જવા માંગતા હતાં. પીડિત મહિલાને સાસરીવાળાએ મારપીટ કરી હતી, જેથી પીડિત મહિલા જણાવે છે કે ‘મારે આગળ કાર્યવાહી કરવી છે,જેથી કાલોલ પોલિસ્ટેશનમાં અરજી અપાવેલ છે. આમ ૧૮૧ કાલોલ અભયમ ટીમ દ્વારા બંને પક્ષનું અસરકારક કાઉન્સિલિંગ કરી બાળક તેમની માતાને સોંપવામાં આવ્યું, પોતાનું બાળક પરત મળતાં પીડિત મહિલાએ આનંદની લાગણી વ્યક્ત કરી ૧૮૧ કાલોલ અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!