GUJARATPANCHMAHALSHEHERA

અંધશ્રદ્ધા ના કારણે પીડિતાને સાસરીવાળા દ્વારા હેરાનગતિ કરતા 181 અભયમ ગોધરા મદદે 

 

પંચમહાલ શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

શહેરા તાલુકાના નજીકના વિસ્તારમાંથી 181 મહિલા હેલ્પલાઇન પર કોલ કરીને જણાવેલ કે તેમના સાસુ બીમાર થતા તેમના સાસરીવાળા તેમના પર તમે આસુરીવિદ્યા કરાવી તેવો આક્ષેપ લગાવી ઝઘડો કરી હેરાન કરતી કરતા 181 મહિલા હેલ્પલાઇન પર મદદ માટે જાણ કરે છે.

કોલ આવતા અભયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી પીડિતા સાથે વાતચીત કરતા તેમને જણાવેલ કે થોડા દિવસથી તેમના સાસુ ની તબિયત સારી નથી તેમને તેમના સાસરીવાળા ભુવા પાસે લઈ ગયા. ત્યારબાદ તેમના ઘરે આવી ઝઘડો કરવા લાગ્યા જે દિવસે તમારા પિયર વાળા ઘરે આવ્યા હતા અને તમે પૂજા પાઠ કરાવ્યો હતો તે દિવસથી જ તેમના સાસુ બીમાર થયા છે જેથી તમે અસુરીવિદ્યા કરાવી છે તેમ કરી અપશબ્દો બોલી ઝઘડો કરવા લાગ્યા જેથી 181 પર જાણ કરેલ.

સ્થળ પર જઈ પીડિતાના સાસરી વાળા નો કાઉન્સિલિંગ કરી તેમને કાયદાકીય માહિતી માર્ગદર્શન આપ્યું તેમજ પિડીતાના સાસુ બીમાર હોય તો તેમને સારી હોસ્પિટલમાં લઈ જઈ સારવાર કરાવવા માટે સમજ આપી તેમજ આ રીતે અંધશ્રદ્ધાના કારણે ભુવા પાસે કોઈનું નામ પાડી તેના પર ખોટા આક્ષેપ લગાવી ઝઘડો કરવાથી તેમના પર ગુનો દાખલ થઈ શકે છે તે વિશે સમજ આપતા તેમના સાસરી વાળાને તેમની ભૂલ સમજાઈ અને તેમની સાસરી વાળાએ જણાવેલ કે હવે તેઓ તેમને સારી હોસ્પિટલમાં જઈ સારવાર કરાવશે તેમજ હવે પછી ભુવા પાસે જઈ ખાલી ખોટી રીતે અમારી વહુ પર ખોટા આક્ષેપ લગાવીને હેરાનગતિ ન કરીએ તેવી પણ ખાતરી આપતા બંને પક્ષને કાઉન્સિલિંગ કરી સમજવી બંને પક્ષની સેહમતીથી સમાધાન કરાવેલ.

પોતાને સમયસર મદદ પહોંચાડવા બદલ અને તેમની સાસરી વાળાને સમજાવવા બદલ પીડિતા એ 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કરેલ

Back to top button
error: Content is protected !!