181 અભયમ જામનગરની વધુ એક સેવા
ભૂલા પડેલા વૃદ્ધા માજીનું પરિવાર સાથે મિલન કરાવતી જામનગર 181 ટીમ
જામનગર (ભરત ભોગાયતા)
જામનગર શહેર ખાતે કાર્યરત 181 અભયમ મહિલા હેલ્પલાઇન મહિલાઓ માટે ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહેલ છે જેમાં આજરોજ એક જાગૃત નાગરિકે 181 પર કોલ કરીને જણાવેલ કે અહીંયા એક વૃદ્ધા માજી સતત ચાર કલાકથી બેઠા હોય છે અને તેઓ ખૂબ ગભરાયેલા હોય તેવું જણાય છે તેથી મદદની જરૂર છે
કોલ આવતા ની સાથે જ જામનગર અભયમ ટીમના કાઉન્સેલર રીના દિહોરા ASI તારાબેન ચોહાણ તેમજ પાયલોટ સુરજીતસિંહ વાઘેલા સહિત ટીમ ઘટના સ્થળ પર પહોંચેલ અને વૃદ્ધા માજી ને મળીને તેમને સાંત્વના આપેલા અને ભાવનાત્મક ટેકો પૂરો પાડેલ અને ત્યારબાદ કાઉન્સિલિંગ કરતા જણાવેલ કે વૃદ્ધા માજી વ્યવસ્થિત સાંભળી શકતા ન હોય અને આજરોજ તેઓ ઘરેથી કોઈને કહ્યા વગર તેમના મોટા દીકરો ગામડે રહેતો હોય તેમને મળવા જવા માટે ઘરેથી નીકળી ગયેલ હોય અને તેઓ રસ્તામાં ભૂલા પડેલ હોય અને હાલમાં તેમને તેમના ઘરનો રસ્તો પૂરો યાદ ના હોય તેથી તેઓ ગભરાય ને એક વિસ્તારમાં ચાર કલાકથી બેઠેલા હોય છે,
ત્યારબાદ વૃદ્ધા માજી ને શાંતિથી બેસાડીને તેમનું સરનામું પૂછેલ પરંતુ તેઓને હાલમાં તેમનું પાકું સરનામું તે મને બરોબર યાદ આવતું ન હોય ત્યારબાદ લાંબાગાળાના કાઉન્સિલિંગ બાદ વૃદ્ધા માજીએ તેમના ઘરના અલગ અલગ ત્રણ સરનામાં જણાવેલ હોય એમાંથી એક પછી એક બે સરનામા પર જઈને માજીને એરીયો બતાવેલ તેમાંથી બીજા સરનામા પર વૃદ્ધા માજીએ જણાવેલ કે મને શેરી નંબર યાદ નથી પરંતુ એક ઢાળીઓ યાદ છે મારા ઘરની આગળ એક ઢાળીઓળીઓ આવે છે એક પછી એક શેરીમાં તપાસ કરતા આખરે સઘન પ્રયત્ન બાદ માજીના દીકરા સાથે સંપર્ક થયેલ ત્યારબાદ વૃદ્ધા માજીના દીકરા સાથે કાઉન્સિલિંગ કરેલ ત્યારે તેમને જણાવેલ કે વૃદ્ધા માજી ની 100 સો વર્ષની ઉંમર છે અને તેમને હવે કંઈ પણ યાદ રહેતું નથી એટલે અમો તેમને ઘરની બહાર જવા દેતા ન હોય પરંતુ આખરે અમારી જાણ બહાર તેઓ ઘર છોડીને નીકળી ગયેલ હોય ત્યારબાદ 181 ની ટીમ દ્વારા જણાવેલ કે વૃદ્ધા માજીનું સખત એક માણસ દેખરેખ રાખવા માટે રાખવા જોઈએ અને આખરે વૃદ્ધા માજી ને તેમના દીકરા સાથે મિલન કરાવેલ અને વૃદ્ધા માજીના દીકરાએ 181 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો
_______________
ભરત જી.ભોગાયતા
પત્રકાર (ગર્વ.એક્રેડેટ)
જામનગર
8758659878