
Dhanpur:ધાનપુર તાલુકાના એક ગામમાંથી પીડિતાના સસરા દ્રારા માનસિક ત્રાસ આપી અપશબ્દ બોલી હેરાનગતિ કરતા 181 લીમખેડા ટીમ મદદે
ધાનપુર તાલુકાના એક ગ્રામ્ય વિસ્તાર માંથી પીડિતા દ્વારા 181 હેલ્પલાઇનમા કોલ કરી મદદ માંગી કે તેના સસરા દારૂનુ વ્યસન કરીને નાની નાની બાબતે તેમને અપશબ્દો બોલી માનસિક ત્રાસ આપી હેરાનગતિ કરે તેવો વારંવાર ખૂબ જ માનસિક ત્રાસ આપતા હોવાથી તમને સમજાવવા માટે 181 ટીમની મદદ માંગી કોલ કરતા જ તાત્કાલિક જ 181 ટીમ ઘટના સ્થળે પહોંચી અને પિડીતાને આશ્વાસન આપી કાઉન્સિલિગ કરતા જણાવા મળ્યું કે તેમના સસરા અપશબ્દો બોલી માનસિક ત્રાસ આપી હેરાનગતિ કરતા હતા અને મારા છોકરાને કશું કેહવાનુ નહિ અને તું તારા ઘરે જતી રહે તેમ કહી હેરાનગતિ કરતા હોવાથી તેવો કોઈ વાત સમજતા ન હોવાથી 181 ટીમની મદદ માંગી હતી જેથી 181 ટીમ દ્વારા બંને પક્ષોનુ અસરકારક કાઉન્સિલિગ કરી કાયદાકીય સલાહ સૂચન અને માર્ગદર્શન આપી તેમના સસરાને સમજાવેલ કે વ્યસન સ્વાસ્થ્ય માટે હાનીકારક છે 
				



