GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOTHANGADH

વરસાદી વાતાવરણમાં નિ:સહાય ભટકતી મહિલા અને તેની બાળકીની વ્હારે આવતી 181 મહિલા હેલ્પલાઇન ટીમ

નિ:સહાય મહિલા અને તેની બાળકીને માત્ર આશ્રય જ નહીં, પરંતુ નવું જીવન શરૂ કરવાની આશા મળી

તા.10/07/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

નિ:સહાય મહિલા અને તેની બાળકીને માત્ર આશ્રય જ નહીં, પરંતુ નવું જીવન શરૂ કરવાની આશા મળી

સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ તાલુકામાં 181 મહિલા હેલ્પલાઇનની ટીમે વરસાદી વાતાવરણમાં નિ:સહાય ભટકતી એક મહિલા અને તેની બાળકીને સુરક્ષિત આશ્રય પૂરો પાડી સંવેદનશીલ કામગીરી કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું એક અજાણી અસ્થિર મગજની મહિલા પોતાની નાની બાળકી સાથે મૂંઝાયેલી હાલતમાં વરસાદમાં આમથી તેમ ભટકી રહી હતી એ જોઈને સુરેન્દ્રનગરના એક જાગૃત નાગરિકે 181 અભયમ ટીમને જાણ કરી હતી ફોન આવતાની સાથે જ 181 ટીમના કાઉન્સેલર ચંદ્રિકાબેન મકવાણા, મહિલા પોલીસ કોન્સ્ટેબલ સુનિતાબેન અને પાયલોટ સુરેશભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા મહિલાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યુ હતુ કે, તે પાટણના વતની છે અને તેના પતિનું અવસાન થયું છે તેણીને 12 મહિનાની એક દીકરી છે અને હાલ તેઓ ગર્ભવતી છે હાલ તેનું કોઈ ઘર નથી, કોઈ સગાં-સંબંધી નથી તેવું જણાવ્યું હતું. તેઓ માનસિક રીતે પણ અસ્વસ્થ જણાતા હતા પીડિત મહિલાને તાત્કાલિક આશ્રયની જરૂર હોવાથી, 181ની ટીમ દ્વારા તેઓને થાનગઢથી સુરેન્દ્રનગર લાવવામાં આવ્યા હતા ત્યાર બાદ, પીડિતાને ટૂંકા અને લાંબા ગાળાનો આશ્રય મળી રહે તે માટે તેમને સખી વન સ્ટોપ સેન્ટરમાં સુરક્ષિત આશ્રય આપવામાં આવ્યો હતો 181 મહિલા હેલ્પલાઇન ટીમે આવા કપરા સંજોગોમાં એક નિરાધાર મહિલા અને તેની બાળકીને મદદ કરીને પ્રશંસનીય કામગીરી કરી છે જે સમાજ માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડે છે આ ઘટના 181 મહિલા હેલ્પલાઇનની નિષ્ઠા, સંવેદનશીલતા અને ત્વરિત કાર્યવાહીનું પ્રતિબિંબ છે આ ટીમની કામગીરીથી નિ:સહાય મહિલા અને તેની બાળકીને માત્ર આશ્રય જ નહીં પરંતુ નવું જીવન શરૂ કરવાની આશા પણ મળી છે.

Back to top button
error: Content is protected !!