GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

મહિલાઓ માટે અવિરત કાર્યરત 181 મહિલા અભયમ જામનગર ટીમ

** *પતિના ત્રાસથી કંટાળીને ઘર છોડીને બે દિવસથી નીકળી ગયેલ મહિલાનું પરિવાર સાથે મિલન કરાવતી જામનગર 181 ટીમ****


જામનગર ખાતે કાર્યરત 181 અભયમ મહિલા હેલ્પલાઇન મહિલાઓ માટે ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહેલ છે જેમાં તા-01/08/2025 ના રોજ એક જાગૃત નાગરિકે 181 પર કોલ કરી જણાવેલ અહીંયા એક મહિલા વહેલી સવારના 5:00 વાગ્યાથી બહાર ઓટલા ઉપર બેઠા હોય છે અને તેઓ ખૂબ જ ગભરાયેલા હોય છે તેથી મદદ માગેલ
કોલ આવતા ની સાથે જ જામનગર 181 ટીમના કાઉન્સેલર રીના બેન દિહોરા હેડ કોસ્ટેબલ ગીતાબેન ધારવીયા તેમજ પાયલોટ સુરજીતસિંહ વાઘેલા સહિતની ટીમ ઘટના સ્થળ પર પહોંચેલી અને મહિલાનું કાઉન્સેલિંગ કરતા સમસ્યા જાણેલ કે મહિલા બે દિવસથી પોતાના પતિ સાથે ઝઘડો થતાં ઘર છોડીને બહાર નીકળી ગયેલ હોય છે અને મહિલાની સમસ્યા સાંભળી સાંત્વના આપેલ અને ત્યારબાદ તેમનું નામ સરનામું એડ્રેસ મોબાઈલ નંબર વગેરે જાણેલ મહિલા જામનગર જિલ્લાના એક અંતરિયાળ વિસ્તારના હોય છે અને મહિલાના જણાવ્યા અનુસાર તેઓ કોઈની જાણ બહાર ઘરની બહાર નીકળી ગયેલ હોય છે અને મહિલા જણાવતી હોય કે મારા પતિ વારંવાર મને મારા પિયર જતા રહેવાની ધમકી આપતા હોય છે તેથી હાલ મારે પરત ઘરે જવું નથી તેથી મહિલાનો કાઉન્સેલિંગ કરેલ અને યોગ્ય કાયદા કી માર્ગદર્શન આપીને મહિલાની સાસરીમાં ગયેલ અને ત્યાં તેમના પતિનું કાઉન્સેલિંગ કરેલ અને સમજાવેલ અને કાયદાકીય સમજણ આપેલ ત્યારે મહિલાના પતિએ જણાવેલ કે અમો મારા પત્ની ને બે દિવસથી આસપાસના વિસ્તારમાં શોધીએ છીએ પરંતુ તેઓ મળેલ ન હોય તેથી મહિલાના પતિને પોલીસ ફરિયાદ અંગે ગુમનોંધ કરાવવા અંગે માહિતી અને માર્ગદર્શન આપે તેમ જ તેમજ મહિલા અને તેમના પતિને બંનેને ભવિષ્ય અંગે વધુ સક્ષમ બનવા સમજણ આપેલ
ત્યારબાદ મહિલા ના પતિ આગળ જતા ક્યારે મહિલાને ખોટી ધમકી કે ઘરની બહાર નીકળી જવા મજબૂર ન કરે તેવી બાંહેધરી સાથે સુખદ જીવનની શરૂઆત કરવા સહમત થયા હતા
અને ત્યારબાદ મહિલા ને તેમના પરિવાર સાથે સુખદ મિલન કરાવેલ છે

Back to top button
error: Content is protected !!