
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૦૩ ડિસેમ્બર : ગુજરાત સરકારશ્રીનું રોડના રિસર્ફેસીંગ, નવીનીકરણ અને સમારકામની કામગીરીએ વિકાસનું મહત્વનું પગલું છે. જિલ્લાઓમાં આ કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે ત્યારે કચ્છમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિવિધ રસ્તાઓના મજબુતીકરણ અને નવિનીકરણના કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં માંડવી તાલુકાને નખત્રાણા તાલુકા સાથે જોડતો ૨/૦૦ થી ૩૨/૦૦ કિ.મીનો માંડવી, ગઢશીશા, મંગવાણા, યક્ષ રોડના મજબુતીકરણની કામગીરી રૂ.૨૪.૦૦ કરોડના ખર્ચે પુર્ણ કરાઈ અને ગુણવત્તાસભર ડામર રોડ તૈયાર કરવામાં આવ્યો છે. આ રસ્તો સુવ્યવસ્થિત બનવાથી અકસ્માતોનું જોખમ પણ ઘટશે તથા સ્થાનિક લોકોને વધુ સારી સુવિધા પણ મળી રહેશે.






