GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી ભારતી વિધાલય શાળામાં ઉજવાયો શિક્ષકદિન તેમજ યોજાઇ Quiz Competition અને રંગપૂરણી સ્પર્ધા

 

MORBI મોરબી ભારતી વિધાલય શાળામાં ઉજવાયો શિક્ષકદિન તેમજ યોજાઇ Quiz Competition અને રંગપૂરણી સ્પર્ધા

 

 

આજ રોજ સામાંકાંઠા વિસ્તારમાં આવેલી ભારતી વિધાલય શાળામાં ભારત દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતીએ શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવેલી,જેમાં શાળાના કેજી થી ધોરણ : ૧૨ સુધીના વર્ગમાં સ્વયં વિધાર્થીઓ એક દિવસના શિક્ષક બનીને તેમના વર્ગમાં સહપાઠીઓને અભ્યાસ કરાવેલ.આ કાર્યક્રમમાં શાળાના ૧૦૦ થી વધુ વિધાર્થીઓએ ભાગ લીધેલ હતો. જેમાં વિધાર્થીઓ દરેક વિષયના શિક્ષક , મદદનિશ શિક્ષક , પટ્ટાવાળા , ક્લાર્ક , સુપરવાઇઝર અને આચાર્ય તરીકે ભૂમિકા ભજવેલ તેમજ સવારપાળી ના આચાર્યા તરીકે સોલંકી આયુષી દિનેશભાઈ ( ધોરણ – ૯ ) અને બપોરપાળી ના આચાર્યા તરીકે પરમાર પલ્લવી હરીશભાઇ ( ધોરણ – ૯ ) એ પોતાની ફરજ નિભાવેલ.શાળાના બંને આચાર્યાએ Quiz સ્પર્ધા અને રંગપૂરણી સ્પર્ધામાં વિજેતા વિધાર્થીઓને શુભકામના પાઠવેલ.અંતમાં શાળા સંચાલક શ્રી કૌશલભાઈ મહેતાએ આ દિવસની ઉજવણી અંતર્ગત વિધાર્થીઓને માહિતી આપેલ તેમજ શાળાના પ્રમુખ શ્રી હિતેષભાઇ મહેતા એ ભાગ લીધેલ તમામ વિધાર્થીઓને ભવિષ્યમાં પણ શિક્ષક બનીને સમાજને યોગ્ય માર્ગદર્શન આપે તેવા આશીર્વચન આપેલ અને અભિનંદન પાઠવેલ.

Back to top button
error: Content is protected !!