GUJARATVALSADVALSAD CITY / TALUKO

વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગના ટાસ્ક ફોર્સ કપરાડામાં તમાકુ નિયંત્રણ હેઠળ આકસ્મિક ચેકિંગમાં ૨૨ દુકાનદારોને રૂ. ૪૩૦૦નો દંડ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

વલસાડ જિલ્લામાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત તા. ૦૧ નવેમ્બર ૨૦૨૫ના રોજ કપરાડા તાલુકામાં જિલ્લા આરોગ્ય વિભાગના ટાસ્ક ફોર્સ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.આ ચેકિંગ દરમિયાન કુલ ૨૨ દુકાનદારો પાસેથી રૂપિયા ૪૩૦૦/- નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

વલસાડ જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લામાં તમાકુ તેમજ તેની બનાવટના બિનઅધિકૃત વેચાણ પર નિયંત્રણ લાવવા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. “ટોબેકો ફ્રી યુથ કેમ્પેઈન ૩.૦” અંતર્ગત આ કાર્યવાહી COTPA-૨૦૦૩ કાયદાના અમલીકરણનો ભાગરૂપે કરવામાં આવી હતી.આ ચેકિંગ દરમિયાન વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે મળી સ્ટીયરીંગ કમિટી દ્વારા કપરાડા વિસ્તારના માર્ગો પર દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પાન ગલ્લા, પાર્લર તથા અન્ય દુકાનોમાં તમાકુ કે તેની બનાવટનું વેચાણ કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન દુકાનદારોને કલમ-૪, કલમ-૬ (અ) અને કલમ-૬ (બ) હેઠળના નિયમોની કાયદાકીય સમજ આપવામાં આવી —

જાહેર સ્થળે ધુમ્રપાન પર પ્રતિબંધ,

૧૮ વર્ષથી ઓછી વયના વ્યક્તિને તમાકુ વેચાણ પર પ્રતિબંધ શૈક્ષણિક સંસ્થાની ૧૦૦ મીટર ત્રિજ્યામાં તમાકુ વેચાણ પર પ્રતિબંધ.સાથે જ પાનના ગલ્લા માલિકોને ચેતવણી આપવામાં આવી કે, “તમાકુથી કેન્સર થાય છે અને આરોગ્ય ચેતવણી વિના તમાકુ કે સિગારેટની બનાવટનું છૂટક વેચાણ પ્રતિબંધિત છે.”આ કામગીરી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા એપીડેમિક મેડિકલ ઓફિસર ડો. મનોજ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
આમાં આરોગ્ય વિભાગ તરફથી સુમિત્રાબેન બાગુલ (કાઉન્સેલર) અને અલ્પેશ એ. પટેલ (સોશિયલ વર્કર), પોલીસ વિભાગ તરફથી કોન્સ્ટેબલ દિલીપ કે. ચૌધરી,શિક્ષણ વિભાગ તરફથી શ્રી મોતીરામ આર. ભોયા,તાલુકા હેલ્થ કચેરી તરફથી ટીઆઈઈસીઓ રમણભાઈ ચૌધરી અને એમપીએચએસ શ્રી સુનીલભાઈ પટેલની સક્રિય હાજરી રહી હતી.

Back to top button
error: Content is protected !!