વરઘોડા માં વધુ ફાયરીંગ ની ઘટના બની ભત્રીજાના વરઘોડામાં બંદુક વડે ફાયરીંગ કર્યા નો વિડિયો વાઈરલ થતા કાલોલ પોલીસે કરી કાર્યવાહી

તારીખ ૦૬/૧૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
સમાજમા વટ પાડવા કે પછી દેખાદેખી મા લગ્ન પ્રસંગે ફાયરીંગ ની ઘટનાઓ મા ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે એટલુજ નહિ પણ આવી ઘટનાઓ ના વિડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ મા વટ ભેર મુકવામાં આવી રહ્યા છે ત્યારે કાલોલ મા વરઘોડામાં ફાયરીંગ ની બીજી ધટના બની છે. ગુરુવારે સાંજના સુમારે બોરૂ ટરનીંગ વિસ્તારમાં પોતાના ભત્રીજા ના લગ્ન પ્રસંગે વરઘોડા મા નાચતા નાચતા હાથમા બેનાળી બંદુક લઈને કાલોલ ના ભાજપના નેતા અશોકભાઇ ધનજીભાઈ મેકવાને હવામાં ફાયરીંગ કર્યું અને તેઓએ ફાયરીંગ નો વિડીઓ વાઈરલ થતા કાલોલ પોલીસ એકશનમા આવી હતી અને શુક્રવારે રાત્રે અશોક મેકવાન ને પુછપરછ માટે હસ્તગત કરી તેની પાસે થી બંદૂક અને પેલેટ્સ કબજે કર્યા હતા અશોક મેકવાન હાલ પંચમહાલ જિલ્લા ભાજપ એસ સી મોરચાના મંત્રી તરીકે નો હોદ્દો ધરાવતા હોઈ તેઓને બચાવવા રાજકીય નેતાઓના ફોન ઘણઘણી ઉઠ્યા હતા પણ પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. અશોક મેકવાનનુ કહેવુ છે કે એરગન માથી ફાયર કરેલ છે. પરંતું પકડાયેલ બંદૂક ૧૮” નુ લોખંડ નુ બેરલ ધરાવતી અને કુલ ૩૮” લંબાઈ ધરાવે છે અને તેની મારક ક્ષમતા ની ચકાસણી માટે કબજે કરી છે. કાલોલ પોલીસ દ્વારા અશોકભાઇ ધનજીભાઈ મેકવાન વિરુદ્ધ બેદરકારી દાખવી જાહેરમાં ફાયરીંગ કરી પોતાની અને અન્ય માણસો ની જીંદગી જોખમમાં મુકાય તેવુ કૃત્ય કરવા બદલ આર્મ્સ એકટ અને અન્ય કલમ હેઠળ કાર્યવાહી કરી છે.








