
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા – મોટી ઇસરોલ રામદેવ સેવા ટ્રસ્ટ દ્વારા પોસાલિયા ખાતે ૨૪ મા રામદેવ પદયાત્રી નિઃશુલ્ક ભંડારાનો પંચાયતી રાજ્યમંત્રી ઓટારામ દેવાસીએ કરાવ્યો પ્રારંભ ,
સેવા એ જ સાચી ઈશ્વર ભક્તિ: મંત્રી દેવાસી
પોસાલિયા:
રાજસ્થાન પિંડવાડા-બ્યાવર ફોરલેન હાઈવે-૬૨ પર સ્થિત સર્વેશ્વર મિલ્ક ડેરી પરિસરમાં બુધવારે સાંજે ‘શ્રી રામદેવ સેવા ટ્રસ્ટ, મોટી ઈસરોલ (ગુજરાત)’ અને ‘રામદેવ સેવા સમિતિ, પોસાલિયા’ દ્વારા આયોજિત ૨૪મા રામદેવ પદયાત્રી નિઃશુલ્ક ભંડારાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. પંચાયતી રાજ્યમંત્રી ઓટારામ દેવાસી, પૂજ્ય હીદાદા બાવજી (મોટી ઈસરોલ), બાબા રામદેવ આશ્રમ ખંદરાના સંત રામનાથજી, કાલુરામજી મહારાજ તેમજ પાલડી એમ.ના દિલીપ મહારાજ, વરદ હસ્તે મહાઆરતી સાથે ભંડારાની શરૂઆત થઈ હતી

આ પ્રસંગે પંચાયતી રાજ્યમંત્રી ઓટારામ દેવાસીએ જણાવ્યું હતું કે, પ્રાણીમાત્રની સેવા એ જ સાચી ઈશ્વરોપાસના છે.ગુજરાતથી રાજસ્થાન આવી સેવા કરનાર સંચાલક છેલ્લા ૨૪ વર્ષથી પૂજ્ય હીરા દાદાના સાનિધ્યમાં પદયાત્રીઓની ઉત્કૃષ્ટ સેવા કરવામાં આવી રહી છે.એ માટે એમના માતા પિતાને વંદન કરું છું ૩૦૦ કિલોમીટર દૂર ગુજરાતથી અહીં આવીને સેવા આપવી એ પ્રશંસનીય છે. હીરા દાદાનો પરિવાર ૧૯૬૫થી દર મહિને અવિરત રામદેવરા જઈ દર્શન કરે છે, જે તેમની અતૂટ શ્રદ્ધા દર્શાવે છે.વિશિષ્ટ અતિથિ જાલોર-સિરોહીના સાંસદ લુંબારામ ચૌધરીએ જણાવ્યું કે, અન્નસેવા એ જ સર્વોપરી સેવા છે. જ્યાં અન્નદાન અને ભગવત કીર્તન થાય છે ત્યાં પ્રભુનો વાસ હોય છે. તેમણે ભંડારાના સંચાલક પ્રભુદાસ પટેલ અને સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
આ ભંડારામાં રામદેવરા જતા-આવતા યાત્રાળુઓ માટે નિઃશુલ્ક ચા-નાસ્તો, શુદ્ધ ઘીની મિઠાઈ સાથેનું ભોજન, રાત્રિ રોકાણ તેમજ પ્રાથમિક સારવારની ઉત્તમ વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે.કાર્યક્રમમાં નિવૃત્ત જીએસટી કમિશનર હરેશભાઈ પટેલ, ઇસરોલ કનુભાઈ પટેલ, ચેલજીભાઈ,કાનપુરના કાંતિભાઈ, મેઢાસણબા કીર્તિભાઈ, ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ નરપતસિંહ રાડબર, પોસાલિયા મંડળ પ્રમુખ પ્રતાપ પરમાર, ભંડારા સંચાલક પ્રભુદાસ પટેલ, ભાગીરથ બિશ્નોઈ, રણજીતસિંહ દેવડા, શૈતાનસિંહ દેવડા, લાદુરામ માળી, ભોપાલસિંહ રાવ, છોગારામ મીણા, ભૂરસિંહ દેવડા, વિક્રમકુમાર મીણા, રામલાલ મીણા, દિનેશકુમાર, ચોથા રામ ઘાંચી, નારાયણલાલ માળી, રાજુભાઈ માળી, નરેન્દ્રસિંહ રાવ, ભંવરસિંહ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને સેવાભાવી યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.સમારોહની શરૂઆતમાં મંત્રી ઓટારામ દેવાસી, હીરાદાદા સહિત સંતો અને અતિથિઓનું સાફો, શાલ અને પુષ્પહાર પહેરાવી ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું. કાર્યક્રમનું મંચ સંચાલન હમ્મીરસિંહ રાવે કર્યું હતું, જ્યારે મહેમાનોનું સ્વાગત પ્રભુદાસ પટેલે કર્યું હતું




