GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

પંચમહાલ જિલ્લાના 25 શિક્ષકોને પર્યાવરણ સંરક્ષક એવોર્ડથી ગાંધીનગર ખાતે સન્માનિત કરાશે.

 

તારીખ ૦૫/૦૪/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

પર્યાવરણ માટે ઉત્તમ કાર્ય કરનાર પર્યાવરણ પ્રેમી શિક્ષકોનું સન્માન કરવા માટે પુલકિતભાઈ જોશી – મદદનીશ સચિવ, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ અને માધવ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ દ્વારા આગામી ૨૭ એપ્રિલ ૨૦૨૫ ને રવિવારના રોજ ટાઉનહોલ, સેક્ટર-૧૭ ગાંધીનગર ખાતે પર્યાવરણ સંરક્ષક એવોર્ડ-૨૦૨૫ નું આયોજન કરવામાં આવેલ છે. પ્રવર્તમાન સમયમાં પર્યાવરણ સંરક્ષણની તાતી જરૂરિયાત છે ત્યારે પર્યાવરણ બચાવવા માટે અને આવનાર પેઢીને ગ્લોબલ વોર્મિંગની દુરોગામી અસરોથી બચાવવા સમાજને શિક્ષક પર સૌથી વધારે ભરોસો હોય છે. શિક્ષકો દ્વારા શાળામાં પ્લાસ્ટિક મુક્ત શાળા, મારી શાળા – સ્વચ્છ શાળા, ગ્રીનશાળા, કિચન ગાર્ડન, વૃક્ષારોપણ જેવા કાર્યો કરતા હોય છે. જેની અસર તમામ વિદ્યાર્થીઓ પર થાય છે. તેથી વિદ્યાર્થીઓ બાળપણથી જ પ્રકૃતિ પ્રત્યે જાગૃત થઈ પર્યાવરણ સંરક્ષક બને છે. પંચમહાલ જિલ્લાના સંયોજક સતીશકુમાર પુંજાભાઈ પ્રજાપત આચાર્ય ટીંબાગામ પ્રા.શાળા અને સહસંયોજક અરવિંદભાઈ પંચાલ આચાર્ય સદનપુર પ્રાથમિક શાળા તથા જિલ્લાના પર્યાવરણ પ્રેમી તેમજ પર્યાવરણ રક્ષણની પ્રવૃત્તિઓ કરતા શિક્ષકો આ એવોર્ડથી માહિતીગાર થાય તે માટે સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર પ્રસાર કરી અને સંકલન કરી જિલ્લાના 25 થી વધુ શિક્ષકોને આ કાર્યક્રમમાં સહભાગી બનાવ્યા છે. જેમાં પંચમહાલ જિલ્લા ના 25 શિક્ષકો ગાંધીનગર ખાતે પર્યાવરણ સંરક્ષક એવોર્ડ-૨૦૨૫ થી સન્માનિત કરવામાં આવશે. જે પંચમહાલ જિલ્લામાં પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓને વેગ આપશે તેમજ જિલ્લાના શિક્ષણમાં વિભાગ માટે ગૌરવની બાબત છે.

Back to top button
error: Content is protected !!