આણંદ- મહાનગર પાલિકા ના ટેક્સ વિભાગ ટિમ દ્વારા વેરો જમા ના કરાવતા 27 દુકાનો સીલ કરાઈ.

આણંદ- મહાનગર પાલિકા ના ટેક્સ વિભાગ ટિમ દ્વારા વેરો જમા ના કરાવતા 27 દુકાનો સીલ કરાઈ.
તાહિર મેમણ – આણંદ – 25/11/2025 – કરમસદ આણંદ મહાનગરપાલિકા ના માર્ગદર્શન હેઠળ મનાપા વિસ્તારમાં આવેલ વિવિધ મિલકતોનો બાકી રહેલો ટેક્સ ભરવા માટે જે તે મિલકત ધારકો ને નોટિસ આપવામાં આવી છે અને આ મિલકત ધારકોએ તેમની મિલકતનો ભરવા પાત્ર થતો બાકી રહેલ વેરો વિના વિલંબે જમા કરાવવા માટે જણાવવામાં આવ્યું છે. આમ છતાં અમુક મિલકત ધારકો દ્વારા નિયમિત ટેક્સ જમા કરાવવામાં આવતો નથી.
આથી મનપાના ટેક્સ વિભાગના રિકવરી ટીમ દ્વારા બાકી વેરો ન ભરતા એકમો ખાતે થી વસુલાત કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશના ભાગરૂપે કરમસદ આણંદ વિભાગની રિકવરી ટીમ દ્વારા એ.વી. રોડ ઉપર આવેલ એચ. આર.પ્રાઈમમાં રૂ.૪.૫૦ લાખનો.બાકી વેરો ભરપાઈ ન થવાના કારણે ૨૭ દુકાન સીલ કરવામાં આવી છે. તથા અન્ય મિલકતો ધારક પાસેથી રૂ. ૭૦ હજાર જેટલો બાકી વેરો સ્થળ ઉપર જ વસૂલ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર શ એસ. કે. ગરવાલ દ્વારા મનપા વિસ્તારમાં આવેલ મિલકત ધારકોનો વેરો બાકી હોય તેમણે સમયસર વેરો મનપા ખાતે જમા કરાવવા અપીલ કરી છે. અન્યથા મનપાનાટેક્સ વિભાગની ટીમ દ્વારા વેરો ભરપાઈ ન કરતા દુકાનો એકસમ સીલ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે. મનપાની વેરો ન ભરતા લોકો પાસેથી બાકી વેરો વસૂલવાની ઝુંબેશ હાલ ચાલુ રહેશે તેમ પણ જણાવ્યું છે.





