GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જૂનાગઢ જિલ્લાના ૩.૨૬ ટકા ગણતરી ફોર્મ ડિજિટલાઈઝની કામગીરી પુર્ણ

જિલ્લામાં ડિજિટલાઇઝેશન સારી કામગીરી કરનાર બુથ લેવલ ઓફિસરને સન્માનિત કરવામાં

જિલ્લામાં ડિજિટલાઇઝેશન સારી કામગીરી કરનાર બુથ લેવલ ઓફિસરને સન્માનિત કરવામાં આવ્યા
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ખાસ સઘન સુધારણા ૨૦૨૫ કાર્યક્રમ અન્વયે જૂનાગઢ જિલ્લાના ૯૯.૭૧ ટકા ગણતરી ફોર્મ વિતરણની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. આ વિતરણ કરેલા ફોર્મ મતદારો પાસેથી મેળવી ડિજિટલાઈઝેશન ની કામગીરી બુથ લેવલ ઓફિસર દ્વારા થઈ રહી છે. જેમાં જૂનાગઢ જિલ્લાના ૩.૨૬ ટકા ગણતરી ફોર્મ ડિજિટલાઈઝ થઈ ગયા છે.
જૂનાગઢ જિલ્લામાં ડિજિટલાઇઝેશન સારી કામગીરી કરનાર બુથ લેવલ ઓફિસરને પ્રાંત અધિકારી વિસાવદર, પ્રાંત અધિકારી માણાવદર ,પ્રાંત અધિકારી જૂનાગઢ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ આગામી સમયમાં જિલ્લામાં સારી કામગીરી કરનાર બીએલઓને માન્ય જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી દ્વારા પણ સન્માનિત કરવામાં આવશે.
તાલુકામાં સૌથી વધુ ફોર્મનુ ડીજીટાઇઝેશન કરનાર ૧૬- બલીયાવાડા ના બીએલઓ પુનમબેન જસાણી,કણઝા -૪ના બીએલઓ પૂનમબેન જે મારડીયા, થાણાપીપળી ના બીએલઓ બારૈયા કુસુમબેન અરજણભાઈને સન્માનિત કરવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!