GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગરમાં મેદસ્વિતા મુક્ત જીવનશૈલી માટે 30 દિવસીય મેદસ્વિતા યોગ કેમ્પ-2 નો પ્રારંભ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડનાં કોચ-ટ્રેનર્સ દ્વારા આહાર અને યોગાસન તેમજ પ્રાણાયમ થકી મેદસ્વિતા નિવારણ માટે અપાતું માર્ગદર્શન

તા.11/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ગુજરાત રાજ્ય યોગ બોર્ડનાં કોચ-ટ્રેનર્સ દ્વારા આહાર અને યોગાસન તેમજ પ્રાણાયમ થકી મેદસ્વિતા નિવારણ માટે અપાતું માર્ગદર્શન, ગુજરાત સરકારના સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનને વેગ આપવા બીજા તબક્કાનો ૩૦ દિવસીય રીઝલ્ટ ઓરિએન્ટેડ મેદસ્વિતા યોગ કેમ્પ ૧૦ નવેમ્બર, ૨૦૨૫ થી શરૂ કરવામાં આવ્યા છે આ અભિયાનને સાકાર કરવાના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ બીજા તબક્કા અંતર્ગત, તા. ૧૦ નવેમ્બર, ૨૦૨૫ થી તા. ૧૦ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી સમગ્ર ગુજરાતના ૧૦૦ સ્થળોએ મેદસ્વિતા યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આ ૩૦ દિવસીય રીઝલ્ટ ઓરિએન્ટેડ મેદસ્વિતા કેમ્પનો શુભારંભ તા. ૧૦/૧૧/૨૦૨૫ ના રોજ મહિલા આઈ.ટી.આઈ., ૬૦ ફૂટ રોડ, સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવ્યો છે આ કેમ્પ દરરોજ સવારના ૦૬:૩૦ થી ૦૮:૦૦ કલાક દરમિયાન ચાલશે આ યોગ કેમ્પનો મુખ્ય હેતુ લોકોને યોગ અને યોગ્ય આહાર થકી મેદસ્વિતા કઈ રીતે દૂર કરવી તે અંગેની જાણકારી આપવાનો છે કેમ્પમાં ભાગ લેનાર લોકોને મેદસ્વિતા ઘટાડવા માટેના ખાસ આસનો, પ્રાણાયામ અને ડાયટ (આહાર) વિગેરેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે આ કેમ્પ ગુજરાતને મેદસ્વિતા મુક્ત બનાવવાના સંકલ્પને પૂર્ણ કરવામાં એક શક્તિશાળી પગલું સાબિત થશે નોંધનીય છે કે વડાપ્રધાનના પ્રયાસોથી સમગ્ર વિશ્વમાં ૨૧મી જૂનના દિવસને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે આ જ ઉદ્દેશને આગળ વધારતા અને ગુજરાતના નાગરિકોને નિરોગી તથા સ્વસ્થ જીવનશૈલી માટે પ્રોત્સાહિત કરવાના હેતુથી રમતગમત વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની જનતાને મેદસ્વિતાથી મુક્ત કરવા માટે “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

Back to top button
error: Content is protected !!