GANDHIDHAMGUJARATKUTCH

21.જાન્યુ.

વાત્સલ્યમ્ સમાચર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.

ગાંધીધામ કચ્છ :- અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગાંધીધામ દ્વારા કર્તવ્ય બોધ કાર્યક્રમની ઉજવણી શ્રીવિદ્યાભારતી સરસ્વતી શીશુ મંદિર આદિપુર ખાતે કરવામાં આવ્યો.આ કાર્યક્રમની શરૂઆત સરસ્વતી ગુરૂ વંદનાથી કરવામાં આવી. ત્યાર બાદ આ કાર્યક્રમમાં પધારેલ મહેમાનો દ્વારા દિપ પ્રાગટ્ય કરી વડોદરા જિલ્લાના બાળકો અને શિક્ષક ગુરૂજન સાથે બનેલ દુઃખદ ઘટના અને તેમના આત્માને શાંતિ માટે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભવ અને ગુરુજન દ્વારા 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું.ત્યાર બાદ આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોનો ગાંધીધામ તાલુકાના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘના પ્રમુખ ભરતભાઈ ધરજીયા દ્વારા શાબ્દિક આવકાર બાદ તમામ મહેમાનોનો શાલ, પુષ્પગુંજ અને શિલ્ડથી સન્માનિત કરવામાં આવ્યા.ત્યાર બાદ ગાંધીધામ તાલુકાના નવનિયુક્ત મામલતદાર સાહેબશ્રી દિનેશભાઈ પરમાર સાહેબ અને ગાંધીધામ તાલુકાના નવનિયુક્ત તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રી સુનિલભાઈ ચૌધરી સાહેબ દ્વારા તમામ શિક્ષક ગુરુજનોને કર્તવ્ય બોધ વિશે સમજૂતી આપી આ જગતમાં શિક્ષક ગુરૂજનોની ભૂમિકા નિભાવી રહ્યા છે તે ધન્યવાદને પાત્ર ગણી શિક્ષક ગુરુજનના મહિમા વિશે માહિતગાર કરવામાં આવ્યા.ત્યાર બાદ કાર્યક્રમમાં મુખ્ય વક્તા અને કચ્છ જિલ્લાના સંગઠન મંત્રી શ્રી જખરાભાઈ કેરાસિયા દ્વાર સ્વામી વિવેકાનંદ અને સુભાષચંદ્ર બોઝ વિશે તેમના જીવન વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું.ત્યાર બાદ આ કાર્યક્રમની આભાર વિધિ ગાંધીધામ તાલુકાના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના વરિષ્ઠ ઉપાધ્યક્ષ ગોવિંદભાઈ તિવારી દ્વારા આભાર વિધિ કરવામાં આવી.આ તકે ગાંધીધામ તાલુકાના મામલતદાર સાહેબશ્રી દિનેશભાઈ પરમાર સાહેબ, ગાંધીધામ તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રી સુનિલભાઈ ચૌધરી સાહેબ, તથા મુખ્ય વક્તા શ્રી જખરાભાઈ કેરાસિયા, અંજાર તાલુકાના બી.આર.સી. અને અંજાર તાલુકાના RSM ના અધ્યક્ષશ્રી મયુરભાઈ પટેલ, અંજાર તાલુકાના RSM ટીમના મહામંત્રી પિયુષભાઈ, શ્રીવિદ્યાભારતી સરસ્વતી શીશુ મંદિર વિદ્યાલયના ગુરૂજી તરીકે ઓળખાતા શ્રી ભગવાનભાઈ ચૌધરી સાહેબ, ગાંધીધામ તાલુકાના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રમુખ ભરતભાઈ ધરજીયા, મહામંત્રી રમેશભાઈ પ્રજાપતિ, વરિષ્ઠ ઉપાધ્યક્ષ શ્રી ગોવિંદભાઈ તિવારી, સંગઠન મંત્રી શ્રી પિયુષભાઈ જાદવ, રાજ્ય પ્રતિનિધિ મહેશભાઈ વાઘેલા, મહિલા ઉપાધ્યક્ષ દક્ષાબેન ભાટી, સહમંત્રી ગોરધનસિંહ પાંડોર, જિજ્ઞાસાબેન પટેલ, સહ સંગઠન મંત્રી ભરતભાઈ પરમાર, રમેશભાઈ મકવાણા, જિલ્લા પ્રતિનિધિ જશોદાબેન ડાંગર, કચ્છ જિલ્લાના H-TAT સંવર્ગના હોદ્દેદારો પ્રહલાદભાઈ ગલચર અને નટવરભાઈ ચૌધરી, મહિલા પ્રતિનિધિ શીતલબેન બાટી, જિંદલબેન પટેલ, તથા અન્ય સદસ્યો હાજર રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!