બોરુ રીફાઇ પબ્લિક સ્કૂલ ખાતે આર્ટ સ્પર્ધામાં વડોદરા સહિત વિવિધ ગામની શાળાના ૩૬૦ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

તારીખ ૦૩/૧૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ગુજરાતમાં વિવિધ શાળાઓ અને સંસ્થાઓ દ્વારા આર્ટ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે અને આર્ટ ઇવેન્ટ નો ઉદ્દેશ્ય બાળકોને એકબીજાના કામને જોવાની અને નવા દ્રષ્ટિકોણથી જાણવાની તક આપવાનો છે સાથે જ તેમનામાં આત્મવિશ્વાસ વધારવાનો છે અને એક પ્લેટફોર્મ આપવા સાથે પોતાની કળાનું પ્રદર્શન કરી શકે તે માટે તાજેતરમાં કાલોલ તાલુકા ગામની બોરુ રીફાઇ પબ્લિક સ્કૂલ ખાતે આર્ટ ઇવેન્ટ ૨૦૨૫-૨૬ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા, હાલોલ,કાલોલ,બોરુ અને બાકરોલ શાળાના ૩૬૦ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં (આર્ટ સ્પર્ધા) Interschool Art Competition 2025-26 અંતર્ગત બોરુ રીફાઇ પબ્લિક સ્કૂલના સ્થાપક હઝરત સૈયદ કમાલુદ્દીન બાબા રીફાઇ સાહેબ તથા રીફાઇ પબ્લિક સ્કૂલના સંચાલક હઝરત સૈયદ મોઇનુદ્દીન ઉર્ફે નૈયરબાબા રીફાઇ સહિત મહાનુભાવો અને સ્કૂલના આચાર્ય અને શિક્ષકગણ સાથે વાલીગણ ઉપસ્થિત રહ્યાં હતાં.ઉપસ્થિત મહાનુભાવો ધ્વારા આર્ટ સ્પર્ધા-2025-26 અંગે થોડો પ્રકાશ પાથરી કાર્યક્રમ ને ખુલ્લો મૂક્યો હતો. જેમાં આ સ્પર્ધામાં વિવિધ શાળાઓના ૩૬૦ બાળકોએ ભાગ લીધો હતો અને તેમણે “લાગણીઓ” વિષય પર રંગીન ડ્રોઇંગ્સ બનાવી બાળકોએ તેમની લાગણીઓને રંગો દ્વારા વ્યક્ત કરી હતી.જેમાં કોઈએ માતા સાથેના સંબંધોને દર્શાવ્યા હતા, તો કોઈએ જંગલની સુંદરતાને દર્શાવી હતી.આ સ્પર્ધામાં બાળકોની સર્જનાત્મકતા અને કલ્પનાશક્તિ નું પ્રદર્શન થયું હતું.જ્યાં રીફાઇ પબ્લિક સ્કૂલ સંસ્થાપક હઝરત સૈયદ કમાલુદ્દીન બાબા રીફાઇ સાહેબ સહિતના મહાનુભાવો ની ઉપસ્થિત વચ્ચે ફર્સ્ટ નંબરના વિજેતા અહેમદરઝા ઇમ્તિયાઝબેગ મિર્ઝા, સૈયદ અનીસાબેગમ, રીધામલેક અને ગોહિલ દીશા રાજેશભાઇ ને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અંતે રીફાઇ પબ્લિક સ્કૂલના આર્ટ ટીચર શાહીન મન્સૂરી દ્વારા કાર્યક્રમના સમાપનમાં સર્વેનો આભાર માન્યો હતો.









