રાજ્યભરમાં એફ.પી.એસ. (ફેર પ્રાઇસ શોપ)એસોસિએશન દ્વારા 20 જેટલી માંગણીઓ સાથે હડતાલનું આયોજન કરવામાં આવ્યું છે. આ હડતાલમાં છોટાઉદેપુર જિલ્લાના આશરે 365 જેટલા દુકાનદારો જોડાયા છે અને દુકાનો બંધ રાખી સરકાર વિરુદ્ધ વિરોધ નોંધાવ્યો છે દુકાનદારોનું કહેવું છે કે તેઓ સરકારની યોજનાઓને જનસામાન્ય સુધી પહોંચાડે છે છતાં તેમને મળતું કમિશન અત્યંત ઓછું છે. સર્વર વારંવાર ડાઉન થવાને કારણે ગ્રાહકોને પણ ભારે મુશ્કેલીઓ ભોગવવી પડે છે. રાજ્ય તેમજ કેન્દ્ર સરકારના બંને અંગૂઠાની પ્રક્રિયા દરમિયાન ટેક્નિકલ તકલીફો ઊભી થતી હોવાને કારણે કામગીરી મુશ્કેલ બને છે. દુકાનદારોની માંગ છે કે કમિશનનો દર વધારવામાં આવે, સર્વર વ્યવસ્થામાં સુધારો લાવવામાં આવે અને ગુણવત્તા તેમજ સ્ટોક સંબંધિત તકલીફોનું સમાધાન કરવામાં આવે. તેમણે ચેતવણી આપી છે કે જો સરકાર તેમની માંગણીઓનો યોગ્ય ઉકેલ નહીં લાવે તો હડતાલ અનિશ્ચિત સમય સુધી ચાલુ રહેશે. રિપોર્ટર તોસીફ ખત્રી બોડેલી
«
Prev
1
/
80
Next
»
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મેઘદૂત સિનેમા પાસે ગો.માસ ઝડપાયો
મહિલાઓ દ્વારા મોરબીમાં "BJP હટાવો દેશ બચાવો" "ભાજપ હાય હાય" ના નારા લાગ્યા!!