
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા SOG ની મોટી કાર્યવાહી: MD ડ્રગ્સના સપ્લાયર અને પેડલર સહિત 4 આરોપીઓ ઝડપાયા
મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુ.ર.નં. 0022/2026 મુજબ એન.ડી.પી.એસ. એક્ટ કલમ 8(સી), 22(બી), 27 અને 29 હેઠળ નોંધાયેલા ગુનામાં અરવલ્લી જિલ્લા S.O.G.એ મોટી સફળતા મેળવી છે. માદક પદાર્થ મેફેડ્રોન (MD)ના સપ્લાયર અને પેડલર સહિત કુલ ચાર આરોપીઓને ઝડપી લઈ નશાના નેટવર્ક પર કડક પ્રહાર કર્યો છે.
નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ) તથા અરવલ્લી જિલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ S.O.G. પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી. ગરાસીયાની ટીમે આ કામગીરી કરી હતી.S.O.G.ના પી.એસ.આઈ. શ્રી એ.એચ. રાઠોડ તથા ટીમ દ્વારા અગાઉ પકડાયેલા આરોપી સોહેલહુસેન અજીજભાઇ મન્સુરી અને ફૈજાન રહીમભાઇ સાબલીયાની પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે તેમની પાસેથી મળેલ MD ડ્રગ્સ અમદાવાદના જુહાપુરા અને મોડાસા વિસ્તારમાંથી સપ્લાય કરવામાં આવ્યું હતું.આ માહિતીના આધારે S.O.G. ટીમે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી અમદાવાદના જુહાપુરા વિસ્તારથી મોહમંદ સદ્દામહુસૈન તેમજ મોડાસાના ડુઘરવાડા રોડ વિસ્તારમાંથી અકીબ ભાઇલા, ફીરોજ સુથાર અને એમ. ફૈઝાન સાબલીયાને ઝડપી લીધા હતા.પકડાયેલા તમામ આરોપીઓ સામે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 0022/2026 મુજબ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. હાલ માદક પદાર્થોના સમગ્ર સપ્લાય ચેઇન સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.અરવલ્લી જિલ્લા S.O.G.ની આ કાર્યવાહીથી જિલ્લામાં વધી રહેલા MD ડ્રગ્સના નેટવર્કને મોટો આંચકો લાગ્યો છે અને નશાના વેપાર પર અસરકારક અંકુશ મૂકવામાં આવ્યો છે.





