GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOTHANGADH

થાનગઢમાં વ્યાજખોરીના ગુનામાં સંડોવાયેલ 4 ઈસમોને ગેરકાયદેસર વીજ જોડાણ મામલે 53 હજારનો દંડ ફટકાર્યો

તા.08/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લા ઈનચાર્જ પોલીસ વડા વેદિકા બિહાની ના.પો. મહાનિરીક્ષકની સુચના મુજબ વ્યાજખોરી સાથે સંકળાયેલા ઈસમોના ઘરે અલગ અલગ વિભાગના અધિકારીઓને સાથે રાખી ચેકીંગની કામગીરી હાથ ધરી સંવેદનશીલ વિસ્તારોમાં અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે અન્વયે ના.પો.અ. એસ.એસ. ભદોરીયા ચોટીલા ડીવીઝનએ અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ જે અન્વયે થાનગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ વી.યુ. ગડરીયાએ તાબાના પોલીસ સ્ટાફના માણસોને જરૂરી સુચના-માર્ગદર્શન આપી વ્યાજખોરી સાથે સંકળાયેલ ઈસમોને ચેક કરી જે કાઈ ગેરકાયદેસર મળી આવ્યે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અંગે પીએસઆઇ એમ.ટી.ગઢવી તથા થાનગઢ પોલીસ સ્ટાફ દ્વારા થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના વ્યાજખોરી સાથે સંકળાયેલ અલગ અલગ કુલ 7 ઈસમોને ચેક કરતે જેમાં સિધ્ધરાજભાઈ ભરતભાઈ ગીડા જાતે કાઠી રહે, થાનગઢ ઝાલાવાડ પોટરી પાસે તથા કનુભાઈ ઉર્ફે પોલો કાથડભાઈ ગીગેયા રહે, થાનગઢ ઝાલાવાડ પોટરી પાસે તથા પદુ ઉર્ફે પ્રતાપભાઈ હેમુભાઈ માલા રહે, થાનગઢ પટેલ સોસાયટી પેરેડાઈઝ પોટરીની બાજુમાં તા.થાનગઢ વાળાના રહેણાંક મકાને જઈ વીજ ચેકીંગ કરવા માટે પીજીવીસીએલ ટીમને સાથે રાખી ગેરકાયદેસર વીજ જોડાણ ધરાવતા હોય જે અંગે પીજીવીસીએલ દ્વારા કુલ રૂા.53,000નો દંડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!