GUJARATJAMBUSAR

જંબુસર તાલુકા કાવી પોલીસ સ્ટેશન વિસ્તાર ના એક ગામ મા રહેતી સગીરા ને લગ્ન ની લાલચ આપી પટાવી ફોસલાવી ને ગામ નો જ ૪૦ વર્ષીય ઈસમ વાલીપણા માંથી ભગાડી જતા પંથક મા ચકચાર વ્યાપી ગઈ


જંબુસર તાલુકા કાવી પોલીસ સ્ટેશન વિસ્તાર ના એક ગામ મા રહેતી સગીરા ને લગ્ન ની લાલચ આપી પટાવી ફોસલાવી ને ગામ નો જ ૪૦ વર્ષીય ઈસમ વાલીપણા માંથી ભગાડી જતા પંથક મા ચકચાર વ્યાપી ગઈ હોવાના તથા સગીરા ના પિતા ની ફરિયાદ ના આધારે કાવી પોલીસે ગુનો દાખલ કરી આગળ ની તપાસ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરે સંભાળી ભગાડી જનાર ને દબોચી લેવા ના ચક્રો ગતિમાન કર્યા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
કાવી પોલીસ મથકે થી પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર તાલુકા કાવી પોલીસ મથક વિસ્તાર ની હદ મા આવેલ એક ગામ મા પોતાના પરિવાર સાથે રહેતી સગીરા ને તેણીના ફળીયા મા રહેતો આશરે ૪૦ વર્ષીય ઉંમર ધરાવતો માજીદ મસ્તુ મલેક પટાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી વાલીપણા માંથી ભગાડી જતા સગીરા ના પિતાએ કાવી પોલીસ મથકે રાવ ગુજારતા કાવી પોલીસ સબ ઇન્સપેક્ટર વૈશાલી આહીરે ત્વરિત ઈપીકો કલમ ૩૬૩,૩૬૬ તથા પોસ્કો એકટ અન્વયે ગુનો દાખલ કરાવી આગળ ની તપાસ નો દોર સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી.રાઠોડે સંભાળી સગીરા ને ભગાડી જનાર માજીદ મસ્તુ મલેક ને દબોચી લેવા ના ચક્રો ગતિમાન કર્યા છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!