GUJARATSURENDRANAGARWADHAWAN

ભારતીય સિનિયર સિટિઝન ઓફ શિકાગો દ્રારા જગદીશ ત્રિવેદીનાં કાર્યક્રમ વડે અમદાવાદની ઉમંગ સ્કૂલને 41 લાખનું દાન

તા.21/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ભારતીય સિનિયર સિટિઝન ઓફ શિકાગો
નામની સંસ્થા દ્રારા તા. ૧૮/૦૮/૨૦૨૪ રવિવારે સાંજે રાણા-રેગન બેન્કવેટ હોલમાં જગદીશ ત્રિવેદીના કાર્યક્રમનું ભવ્ય આયોજન થયું હતું આ સંસ્થાના પ્રમુખ હરીભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યુ હતું કે અમદાવાદ જીવરાજ પાર્કમાં આવેલી મુક-બધિર બાળકોની સંસ્થા ઉમંગ સ્કૂલનાં લાભાર્થે યોજેલા આ કાર્યક્રમમાં આશરે એક હજાર જેટલાં વડીલો ઉપસ્થિત રહ્યા હતા જેમાં જગદીશ ત્રિવેદીની હદય સ્પર્શી વિનંતીથી માત્ર અડધા કલાકમાં પચાસ હજાર અમેરીકન ડોલર એટલે કે ભારતનાં ૪૧,૦૦,૦૦૦ લાખ રુપિયાનું દાન એકત્ર થયું હતું જે અમદાવાદની ઉમંગ સ્કુલને મોકલી આપવામાં આવશે શિકાગોની આ સંસ્થાના અન્ય કાર્યકર્તા શ્રી નવીનભાઈ ધોળકીયા અને મદારસંગ ચાવડાએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જહેમત ઉઠાવી હતી ઉમંગ મૂક-બધિર બાળકોની સંસ્થાનાં ચેરમેન પી.કે.લહેરી તેમજ ફાઉન્ડર ટ્રસ્ટી ડો. નંદલાલ માનસેતાએ જગદીશ ત્રિવેદી તેમજ ભારતીય સિનિયર સિટિઝન ઓફ શિકાગો સંસ્થાનો ખાસ આભાર માન્યો હતો.

Back to top button
error: Content is protected !!