ધ્રાંગધ્રા પાલિકા જનરલ બોર્ડમાં 9 મીનીટમાં વિકાસના કામોના 45 ઠરાવ મંજુર

તા.01/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નગરપાલિકાનુ જનરલ બોર્ડ પ્રમુખની અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ જેમા 13 થી 15 કરોડના વિકાસના 45 ઠરાવો 9 મીનીટમા સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા ત્યારે ભાજપ અને કોઞ્રેસના સુધરાઈ સભ્યોની દોસ્તી જોવા મળી જનરલ બોર્ડમાં વિના વીરોધે પુર્ણ થયુ હતુ 34 સુધરાઈ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ધ્રાંગધ્રા શેહર વિકાસ માટે નઞરપાલીકાના હોલ ખાતે નગરપાલીકાના યુવા પ્રમુખ કુલદીપસિંહ ઝાલાના અધ્યક્ષ સ્થાને જનરલ બોર્ડ યોજવામાં આવેલ હતી જેમા રોડ રસ્તા લાઈટ સફાઇ ટાઉન હોલ ચરમરીયાના ગ્રાઉન્ડ ના ભાડા સહિતના 15 કરોડના કામોના 45 ઠરાવો મંંજુર કરવામાં આવ્યા હતા ત્યારે જનરલ બોર્ડમાં ભાજપ અને કોંગ્રેસના કુલ 34 સભ્યો ઉપસ્થિત રહયા હતા કોઈ પણ વિરોધ વગર નવ મીનીટમાં સર્વાનુમતે ઠરાવો મજૂર કરવામાં આવ્યા હતા જેમા રસ્તા માટે પાણી માટે સ્વચ્છતા માટે તે સીવાય વહીવટી વાહન ગેરેજ લાઈટ બીલ સહિતના ખર્ચની મુખ્યત્વે ઠરાવો મજુર કરવામાં આવેલ હતા નગરપાલીકા મા લાબા સમયથી ભાજપની સતા છે જનરલ બોર્ડમાં કોઞ્રેસ અને ભાજપના સભ્યો દ્રારા સુચનો રજુ કરવા મા આવેલ ત્યારે નઞરપાલીકા ઉપપ્રમુખ હિરેનભાઇ કાનાબાર, કારોબારી ચેરમેન પૂજાબેન જાદવ સાસક પક્ષના નેતા રમેશભાઈ પ્રજાપતી સુધરાઈ સભ્ય અશોકસિંહ ઝાલા પ્રવિણભાઈ રબારી ગાયત્રીબા રાણા અજીતસિંહ ઝાલા પ્રહલાદસિહ પઢિયાર વિરોધ પક્ષના ઈમ્તિયાઝભાઈ સહીત 34 સુધરાઈ સભ્યો હાજર રહ્યા ચીફ ઓફિસર મન્ટીલભાઈ પટેલ સુધરાઈ અને કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતાં જનરલ બોર્ડમાં વિના વિરોધે પુર્ણ થયું કોંગ્રેસ અને ભાજપનાં સભ્યો વચ્ચે એકતા જેેવા મળી હતી.



