GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

નાની વટલાવમાં ખેતરમાં સાપ કરડવાથી 45 વર્ષીય ખેડૂતનું મૃત્યુ વેજલપુર પોલીસે તપાસ હાથ ધરી.

 

તારીખ ૨૮/૦૨/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

ગોધરા તાલુકાના નાની વટલાવ ગામે ગુલાબસિંહ ઉદેસિંહ પરમાર (ઉંમર 45) સવારે સાડા આઠ વાગ્યાથી લઈને સવારના સાડા નવ વાગ્યાના સમયગાળા દરમિયાન ઘર નજીકના ખેતરમાં લાકડા લેવા ગયા હતા. ખેતરના શેઢા પાસે ઘાસમાંથી સાપ કરડી જતા તેઓ ઘરે આવીને હકીકત જણાવી પાણી માંગતા થોડું પાણી પીને બેભાન હાલતમાં દવાખાને લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટર તપાસમાં તેમને મૃત જાહેર કરાયા સમગ્ર મામલે મૃતકના પુત્ર નરેન્દ્રકુમાર ગુલાબસિંહ પરમાર દ્વારા વેજલપુર પોલીસ મથકે જાણ કરતાં પોલીસે બીએનએસ કલમ ૧૯૪ મુજબ એડી નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!