થરા ખાતે ઘી કાંકરેજી હિંદવાણી પ્રજાપતિ ક્રેડિટ કો.- ઓ.સોસાયટીની ચોથી વાર્ષિક સાધારણ સભા યોજાઈ.
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા માર્કેટયાર્ડના હોલમા ઘી કાંકરેજી હિંદવાણી પ્રજાપતિ ક્રેડિટ કો.- ઓપરેટીવ સોસાયટી ની ચોથી વાર્ષિક સાધારણ સભા

થરા ખાતે ઘી કાંકરેજી હિંદવાણી પ્રજાપતિ ક્રેડિટ કો.- ઓ.સોસાયટીની ચોથી વાર્ષિક સાધારણ સભા યોજાઈ.
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા માર્કેટયાર્ડના હોલમા ઘી કાંકરેજી હિંદવાણી પ્રજાપતિ ક્રેડિટ કો.- ઓપરેટીવ સોસાયટી ની ચોથી વાર્ષિક સાધારણ સભા ૧૭મી મે ૨૦૨૬ ના રોજ સંસ્થાના પ્રમુખ જયંતીભાઈ પ્રજાપતિ ફોરણા (નિવૃત ઈન્ડિયન આર્મી) ના અધ્યક્ષ સ્થાને શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના ઉત્સાહી પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ હતી.શિક્ષક પ્રહલાદભાઈ પ્રજાપતિએ શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકારી પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિ,કાંકરેજ પ્રેસ રિપોર્ટર નટુભાઈ પ્રજાપતિને શૈલેષભાઈ દ્વારા શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.પ્રકાશભાઈ (કસલપુરા)એ મંડળીના કાર્યો વિશે માહિતગાર કર્યા અને ત્યાર બાદ એજન્ડા મુજબ મંડળીના વર્ષ ૨૦૨૫-૨૬ ના હિસાબો વંચાણે લીધા જે હિસાબોને સભામાં સર્વાનુમતે હાથ ઊંચા કરી મંજૂર કરવામાં આવ્યા.પ્રાસંગિક પ્રવચન કરતા સમાજના પ્રમુખ અણદાભાઈ એ જણાવ્યું હતું કે આ મંડળીનો વિકાસ સૌ સભાસદોના સહકાર થી થયો છે દેશ માં અને ખાસ કરીને ગુજરાતમાં સહકારી માળખાના લીધે ખેડૂતો,પશુ પાલકો અને વેપારીઓને ઓછા દરે ધિરાણ મળી રહે તેવુંનિર્માણ થયું છે.બીજુ કે અત્યારે દેવોનો પોરો ચાલે છે એટલે અંધશ્રદ્ધા થી પર રહી માતાજીની સેવા અર્ચના કરી વહેપાર ધંધામાં ધ્યાન રાખી બાળકોને શિક્ષણનું ભાથું આપવા જણાવ્યું હતું. પ્રમુખ જયંતીભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે આ સંસ્થા તા.૨૭/૧૦/૨૦૨૩ના રોજ REG/BAN/SECSH 47903/2023 થી રજીસ્ટ્રેશન થયેલ છે જેનો વહીવટ ૪૨ સભાસદોને બોર્ડ ઓફ ડીરેકટર્સ ના સભ્યોના અથાગ સહયોગથી આ સંસ્થા આગેકૂચ કરી આજે ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા ૩૫૬ સભાસદોનું વટવૃક્ષ બની હરણ ફાળ ભરી રહ્યું છે.આવા ટુંકા ગાળામાં આ સંસ્થાએ કરેલ પ્રગતિ છે.આ પ્રસંગે થરાનગર પાલિકા કારોબારી અધ્યક્ષ રસિકભાઈ,કાંતિભાઈ જય ભગવાન,રિટાયર્ડ શિક્ષક મનસુખભાઈ થરા,અલ્કાબેન દશરથભાઈ નાથપુરા,દાનાભાઈ સોની ગામ,સોમાભાઈ કાકર, શિક્ષક તેજાભાઈ નાથપુરા, શિક્ષક હરેશભાઈ થરા,શિક્ષક મહેશભાઈ સાણાદર, શિક્ષક સુરેશભાઈ ઝાલમોર,જયેશભાઈ નાથપુરા,રમેશભાઈ પાલડી સહીત વિશાળ સંખ્યામાં સભાસદો હાજર રહ્યા હતા.આભાર વિધિ દશરથભાઈ પ્રજાપતિ એ કરી હતી.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530








