
પ્રતિનિધિ : ઉમરેઠ
તસ્વીર : કુંજન પાટણવાડીયા


ગાયત્રી પરિવાર પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ ઉમરેઠ તાલુકાના ગાયત્રી પરીવારના ઉપક્રમે આયોજિત ૫૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞ દેવદિવાળીના પવિત્ર દિને પૂજ્ય ગુરુદેવ તેમજ વંદનીય માતાજીના આશીર્વાદ સહ ગાયત્રી મંદિર સામે આવેલ થી જ્યુબિલી હાઇસ્કૂલના કમ્પાઉન્ડમાં સંપન્ન થયો હતો. આ યજ્ઞમાં ઉમરેઠ શહેર તેમજ તાલુકાના ગામો જેવાકે હમીદપુરા, જિતપુરા, રતનપુરા, ઓડ, ભરોડા, ભાટપુર, સુંદલપુરા, પાડવણીયા, ઢુણાદરા, થામણા, ધોરા, અરડી તેમજ ડાકોરના કુલ ૩૨૪ પરિજનોએ ભાગ લીધો હતો. આ મહાયજ્ઞ કરવા માટે શાંતિકુંજ હરિદ્વાર થી સુરેન્દ્રનાથ વર્માની , ગાયક દિલીપસિંહ, હેમંતજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ દ્વારા સુંદર સંગીત સાથે ગુરુના મહિમા સહિત સવારે ૯.૩૦ કલાકે મહાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો. તેના વિશિષ્ટ આમંત્રિત બ્રહ્માકુમારી નીતાબેન ઉમરેઠ બ્રહ્માકુમારી ઈશ્વરીય કેન્દ્ર ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય, તેમજ કોન્ટ્રાકટર દર્શ દરજી, ડાકોરથી વિષ્ણુભાઈ પંચાલ, ડો કિશનભાઇ, ઉમરેઠ તાલુકા ગાયત્રી સંયોજક પ્રવિણભાઈ જેવા પરિવારના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્રહ્માકુમારીઝના નીતાબહેન ખુબ જ સુંદર રીતે ગાયત્રી મહિમા તેમજ યજ્ઞ વિશે જાણકારી આપી, વિપુલભાઈ મિસ્ત્રી દ્વારા ધર્મ ધજા નું આરોહણ ફરકાવવામાં આવી, કળશ પુજન વિધિ દેવાંગભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી. ગુરૂપૂજન જયંતિભાઈ મિસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું, ગાયત્રી માતાનું પુજન મિલન વ્યાસ તેમજ લાલા વ્યાસ દ્વારા કરવામાં આવ્યું અને ત્યારબાદ સુરેન્દ્રનાથ વર્માજી એ દેવ પુજન વિધિ શરૂ કરી હતી. આ પ્રસંગે આણંદ, અમદાવાદ, નડીઆદ તેમજ અન્ય ગામેથી મોટી સંખ્યા માં પરિજનોએ ભાગ લીધો.ત્યારબાદ આરતી કરી પૂર્ણાહુતિ કરવામાં આવી સૌ પરિજનોએ મહા પ્રસાદ લીધો અને શુભ મંગલ કામના સાથે કાર્ય પૂર્ણ થયું. આભાર દર્શન અજીતભાઈ દવે દ્વારા કરવામાં આવ્યું હતું




