સાયલા અને સુદામડામાં PGVCL સાથે સંયુક્ત કાર્યવાહીમાં 60 લાખનો વીજ ચોરીનો દંડ ફટકાર્યો.
આ કામગીરીમાં SP, DYSP, LCB, SOGએ ગેરકાયદેસર વીજ કનેક્શનો દંડ રૂ.60 લાખ તથા વાહન ડીટેઈન તથા ટ્રાફિક કામગીરી હાજર દંડ 9300 ફટકાર્યો.

તા.14/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
આ કામગીરીમાં SP, DYSP, LCB, SOGએ ગેરકાયદેસર વીજ કનેક્શનો દંડ રૂ.60 લાખ તથા વાહન ડીટેઈન તથા ટ્રાફિક કામગીરી હાજર દંડ 9300 ફટકાર્યો, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર પોલીસે સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને વીજ ચોરી ડામવા માટે ડે કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું ત્યારે નાયબ પોલીસ અધિક્ષક વી.એમ. રબારી તેમજ સુરેન્દ્રનગર જિલ્લાની એલસીબી અને એસઓજીની ટીમ સહિત લીંબડી ડિવિઝનના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ એમ કુલ 70 પોલીસ કર્મીઓની ટીમો બનાવવામાં આવી હતી આ ટીમે સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારના સુદામડા અને સાયલા ગામ ખાતે પીજીવીસીએલના 90 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને સાથે રાખીને સંયુક્ત મેગા ડ્રાઈવ ચલાવી હતી આ ડ્રાઈવની મુખ્ય કામગીરીમા અસામાજિક અને માથાભારે ઈસમોના રહેણાંક મકાનો પર વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ગેરકાયદેસર વીજ કનેક્શન મળી આવતા, કાયદેસરની કાર્યવાહી કરી આશરે 60,00,000 નો વીજ કનેક્શન દંડ વસૂલવામાં આવ્યો હતો જ્યારે ટ્રાફિક અને વાહન ચેકિંગમા સાયલા પોલીસ સ્ટેશનના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ, ચુસ્ત ટ્રાફિક અને વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી આ દરમિયાન 13 જેટલા વાહનો ડિટેઈન કરવામાં આવ્યા હતા અને મોટર વ્હીકલ એકટ મુજબ કુલ 9,300નો સ્થળ પર દંડ વસૂલવામાં આવ્યો હતો ત્યારે અસામાજિક તત્વો પર લગામ માટે પો.સ્ટે. વિસ્તારના એમ.સી.આર. અને એચ.એસ. હિસ્ટ્રી શીટર ઈસમો, માથાભારે તત્વો અને જાણીતા જુગારીયા ઓના રહેણાંક મકાનોની તપાસ કરવામાં આવી હતી કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કે વસ્તુ મળી આવે તો તેમની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી આ ડ્રાઈવથી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે પીજીવીસીએલને સાથે મળીને આ સંયુક્ત ઓપરેશન દ્વારા ગુનાખોરી અને વીજ ચોરી બંને પર અંકુશ મેળવવાનો સફળ પ્રયાસ કર્યો હતો.





