સતત વરસતા વરસાદ વચ્ચે તંત્ર દ્વારા કાલોલ શહેર અને તાલુકામાંથી ૬૦ વ્યક્તિઓને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા

તારીખ ૨૯/૦૮/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર ના ઈન્દિરા નગર તળાવ વિસ્તારમાં પાણી ભરાતા આ સ્થળે વસવાટ કરતા ૨૧ વ્યક્તિઓને મામલતદાર વાય જે પુવાર અને ડિઝાસ્ટર ટીમ દ્વારા સોમવારે રાત્રે રેસ્કયું કરી નગરપાલિકા કોમ્યુનિટી હોલમાં ખસેડાયા હતા અને ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી હતી જયારે કાલોલ તાલુકાના રતનપુરા ગામે કરાડ નદીમાં પાણી વધવાની સંભાવના ને લઈને ૧૨ કુટુંબો જેના કુલ ૩૦ વ્યક્તિઓને તંત્ર દ્વારા સલામત રીતે રતનપુરા પ્રાથમિક શાળામા ખસેડી લેવામાં આવ્યા હતા જયારે ડેરોલ ગામ મા ભારે વરસાદ ને કારણે ઘરોમાં પાણી ભરાતા મંગળવારે વહેલી સવારે અને સોમવારે મોડી રાત્રે ૯ વ્યક્તિઓને બહાર કાઢી ગ્રામ પંચાયત ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમા એક છ માસનું બાળક પણ સામેલ હતુ જેને બહાર કાઢવાનો વિડીઓ વાઈરલ થયો છે. કાલોલ તાલુકાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ નગરપાલિકા ની ટીમ એને કાલોલ મામલતદાર સ્વયં રેસ્કયુ ઓપરેશન મા વરસતા વરસાદમાં હાજર રહ્યા હતા.








