GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગરમાં નાયબ મુખ્ય દંડકના હસ્તે 668 લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળ સહાયના હુકમો એનાયત

આ માત્ર સરકારી કાર્યક્રમ નહીં પણ સંવેદનશીલતાનો યજ્ઞ, ડબલ એન્જિન સરકાર હંમેશા છેવાડાના માનવીની પડખે રહી છે - નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા

તા.05/03/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

આ માત્ર સરકારી કાર્યક્રમ નહીં પણ સંવેદનશીલતાનો યજ્ઞ, ડબલ એન્જિન સરકાર હંમેશા છેવાડાના માનવીની પડખે રહી છે – નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય’, ‘નિરાધાર વૃદ્ધ’ અને ‘દિવ્યાંગ સહાય યોજના’ના લાભાર્થીઓને હુકમ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વઢવાણ અને સુરેન્દ્રનગર વિસ્તારના કુલ ૬૬૮ લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓના મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા કાર્યક્રમને સંબોધતા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગરના ઇતિહાસમાં કદાચ આ પ્રથમ પ્રસંગ છે જ્યાં એક જ શહેરના ૬૬૮ જેટલા લાભાર્થીઓને શોધી તેમના ફોર્મ ભરાવીને એક જ સ્થળેથી સહાયના હુકમો આપવામાં આવ્યા હોય આ માત્ર સરકારી પ્રક્રિયા નહીં પણ સંવેદનશીલતાનો યજ્ઞ છે લાભાર્થીઓની આંકડાકીય વિગતો રજૂ કરતાં વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આજે ૧૯૭ ગંગા સ્વરૂપા બહેનોને સહાય, ૧૬ લાભાર્થીઓને રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના હેઠળ રૂ. ૨૦,૦૦૦ના ચેક અને ૪૪૫ નિરાધાર વૃદ્ધો તથા દિવ્યાંગોને માસિક રૂ. ૧,૦૦૦ની સહાય મંજૂર કરવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર હંમેશા છેવાડાના માનવીની પડખે રહી છે તેમણે વધુમાં જણાવ્યું કે પહેલાં ગંભીર બીમારીના સમયે ઘરના દાગીના કે જમીન ગિરવે મૂકવી પડતી હતી પરંતુ હવે આયુષ્માન કાર્ડ દ્વારા રૂ. ૧૦ લાખ સુધીની મફત સારવાર નિશ્ચિત કરવામાં આવી છે આ ઉપરાંત, કોરોના કાળથી શરૂ થયેલી મફત અનાજની યોજના આગામી પાંચ વર્ષ સુધી ચાલુ રહેશે અને જે બહેનો પાસે NFSA કાર્ડ નથી તેમને પણ વહીવટી તંત્ર દ્વારા કાર્ડ કઢાવી આપવાની ખાતરી આપવામાં આવી છે આ પ્રસંગે જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન અમરતભાઈ ડાભી, તાલુકા પંચાયત ચેરમેન અંબારામભાઈ, અગ્રણીઓ સર્વે હાર્દિકભાઈ ટમાલીયા, જીજ્ઞાબેન પંડ્યા, દેવાંગભાઈ રાવલ તેમજ પ્રાંત અધિકારી મેહુલ ભરવાડ અને મામલતદાર આર.કે. પંચાલ સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!