GUJARATIDARSABARKANTHA

સાબરકાંઠા ના માલપુરના અણિયોરમાં પૂરમાં 170 પશુઓ ગુમાવનાર માલધારી પરિવારોને 7 લાખની સહાય…

સાબરકાંઠા…

માલપુરના અણિયોરમાં પૂરમાં 170 પશુઓ ગુમાવનાર માલધારી પરિવારોને 7 લાખની સહાય…

સાબરકાંઠા ભરવાડ સમાજ યુવા સંગઠન દ્વારા પીડિત પરિવારને સહાય આપવામાં આવી…

સાબરકાંઠા ભરવાડ સમાજ યુવા સંગઠન આગળ આવ્યો. ભરવાડ સમાજ ગુરુગાદીના મહંત તેમજ સમાજે પીડિત પરિવારને સહાય કરી. અરવલ્લી જિલ્લામાં એક સપ્તાહ અગાઉ ભારે પડેલા વરસાદ દરમિયાન માલપુરના અણિયોરની સીમમાં વાંઘાનાં પૂરમાં ચાર માલધારી પરિવારના 170 કરતાં વધુ પશુ વરસાદી પાણીના વહેણમાં તણાઈ જતાં માલધારી પરિવારો નિરાધાર બન્યા હતા. આ પરિવારોના વ્હારે સાબરકાંઠા સહીત ગુજરાત રાજ્યમાં વસ્તો માલધારી ભરવાડ સમાજ તેમજ ગુરુગાદીના મહંત આવીને માલધારી પરિવારોને સાંત્વના આપી. અસરગ્રસ્ત પરિવારોને પગભર થવા રૂ. 7 લાખ જેટલી રોકડ રકમની આર્થિક મદદ કરી હતી. એક સપ્તાહ અગાઉ ચોમાસામાં એક સાથે 170 પશુઓ પૂરમાં તણાયાની આ પ્રથમ ઘટના બનતાં સમગ્ર રાજયભરમાં પડઘા પડતાં માલધારી સમાજ પરિવારની વ્હારે આવી પરિવારને આર્થીક સહાય કરી હતી….

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!