BHUJGUJARATKUTCH

ભુજ ના સ્મૃતિવન ખાતે ૭૭માં પ્રજાસતાક દિવસની ઉજવણી એક શામ શહીદો કે નામ 

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા૨૫ જાન્યુઆરી : ૭૭માં પ્રજાસતાક દિન ૨૬મી જાન્યુઆરી૨૦૨૬ ની ઉજવણી અને કચ્છમાં આવેલ ભયાવહ ભુકંપમાં જીવ ગુમાવનાર સૌદિવંગતો અને સ્વજનોને સ્મરણાંજલી અર્પણ કરતાં કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાની પ્રેરણા અને સહકાર સાથે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજદ્વારા સ્મૃતિવન ભુજ મધ્યે ભારત માતાના પૂજન એવમ દેશની રક્ષા કાજે બલિદાન આપનારા અમર જવાનો ને શ્ર્દ્ધાંજલી, ભુકંપ માં જીવ ગુમાવ નારાઓ ને સ્મરણાં જલી અર્પણ કરતાં સાંજે ૭:૦૦કલાકે“એક શામ શહીદો કે નામ” કાર્યક્રમ આયોજીત કરવામાં આવેલ છે. જેમાં લોક ગાયક  નિલેશભાઈ ગઢવી, શ્રી પવન નાગર (ઈન્ડિયનઆઇડલ), લોક ગાયીકાઉર્વશી રાદડીયા તથાઐશ્વર્યા કેશવાણી અને અક્ષય જાની & ગ્રુપ કાર્યક્રમ માં રસ લહાણ પીરશસે. “માટે લડે છે દેશના સન્માન કાજે આવો નમન કરીએ સહુ ગર્વભેર એમને આજે” આ કાર્યક્રમ માં જનતા જનાર્દન ને ઉપસ્થિત રહેવા કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ અપીલ કરી હતી.

Back to top button
error: Content is protected !!