BHUJGUJARATKUTCH

ભુજ ખાતે 77 વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ સાથે 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૨૭ જાન્યુઆરી : રીજનલ સાયન્સ સેન્ટર (RSC), ભુજ, ગુજરાત રાજ્ય વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) તથા GUJCOST ના માર્ગદર્શન હેઠળ, 26 જાન્યુઆરી 2026ના રોજ ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી વિશિષ્ટ અને અર્થપૂર્ણ રીતે કરવામાં આવી.કાર્યક્રમની શરૂઆત RSC ભુજના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી વિરલ પરમાર દ્વારા રાષ્ટ્રધ્વજ વંદન અને રાષ્ટ્રગાન સાથે કરવામાં આવી. આ અવસરે ભારતના પ્રજાસત્તાક રૂપે 77 વર્ષની યાત્રાને સ્મરતાં, 77 અલગ-અલગ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ RSC ભુજ દ્વારા મુલાકાતીઓ માટે શૈલ પલણ દ્વારા હેન્ડ્સ-ઓન પ્રયોગો, વૈજ્ઞાનિક પ્રદર્શન, ડેમોન્સ્ટ્રેશન્સ અને વિચાર પ્રેરક પ્રવૃત્તિઓ યોજાઈ. આ પ્રવૃત્તિઓમાં મૂળભૂત વિજ્ઞાન, ગણિત, ટેક્નોલોજી, ખગોળવિજ્ઞાન તથા નવીનતા આધારિત વિચારશક્તિનો સમાવેશ થયો હતો.આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ ભારતના બંધારણની કલમ 51A(h) અનુસાર વૈજ્ઞાનિક વિચારધારા, માનવતાવાદ અને જિજ્ઞાસાની ભાવનાનો વિકાસ કરવાનો હતો. ખાસ કરીને વિદ્યાર્થીઓમાં તથા સામાન્ય લોકોમાં વિજ્ઞાનને માત્ર વિષય નહીં પરંતુ જીવન જીવવાની દૃષ્ટિ તરીકે સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.આ કાર્યક્રમ માટે રિજિયોનલ સાયન્સ સેન્ટર ભુજના ફેસિલિટી મેનેજર આરતી આર્ય અને સમગ્ર સ્ટાફએ જહેમત ઉઠાવી હતી જે માહિતી આહીર હેત દ્વારા આપવામાં આવી છે.પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન RSC ભુજ દ્વારા આવનારા કાર્યક્રમોની પણ માહિતી આપવામાં આવી. 29 અને 30 જાન્યુઆરી 2026ના રોજ STEAM Quiz 4.0 સ્પર્ધાનો ઝોનલ રાઉન્ડ RSC ભુજ ખાતે યોજાશે. આ સ્પર્ધામાં કચ્છ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાઓમાંથી પસંદ થયેલા વિદ્યાર્થીઓ ભાગ લેશે.આપના માધ્યમ દ્વારા આ માહિતસભર કાર્યક્રમ અંગેની જાણ સમાજના વિશાળ વર્ગ સુધી પહોંચે તે માટે આપનો સહયોગ વિનંતીપૂર્વક પ્રાર્થનીય છે.

Back to top button
error: Content is protected !!