GUJARATMEGHRAJ

મેઘરજ : કંટાળું મેળામાં થયેલ હત્યાના 8 દિવસ પછી પણ પોલીસ ને હથિયાર હાથ ના લાગ્યું..!! આરોપીઓના 5 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે 

અરવલ્લી

અહેવાલ

મેઘરજ : કંટાળું મેળામાં થયેલ હત્યાના 8 દિવસ પછી પણ પોલીસ ને હથિયાર હાથ ના લાગ્યું..!! આરોપીઓના 5 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે

મેઘરજ તાલુકાના નવાગામ કંટાળુ ગામે મેળામાં 11 તારીખેના રોજ એક રાજસ્થાની યુવકની ચક્કુ મારી હત્યા કર્યાની ઘટના બની હતી. ઈસરી પોલીસ ધ્વારા હત્યાનો ગૂન્હો નોધી તપાસ હાથ ધરી અને ઇસરી પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીઓ ને ઝડપી પાડયા હતા.

ઝડપાયેલ ત્રણ આરોપીઓ ને મેઘરજ કોર્ટ ખાતે રજૂ કરવામાં આવ્યા હતા અને આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા ઉપરાંત વધુ એક દિવસમાં રિમાન્ડ અપાતા કુલ 5 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા રિમાન્ડ પૂર્ણ થતાં અંતે ત્રણે આરોપીઓ મોડાસા સબજેલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા

બીજી બાજુ હત્યાના 8 દિવસ પછી પણ હત્યાના ગુન્હામાં વપરાયેલ મુદ્દામાલ જપ્ત થયો નથી જેને લઇ અનેક તર્કવિતર્ક સર્જાયા છે. ઈસરી પોલીસ ધ્વારા ત્રણે આરોપીઓ ને સાથે રાખી ઘટનાનું રીકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ઘટનાને કઈ રીત અંજામ આપ્યો હતો તેનો સમગ્ર ચિતાર પોલીસે મેળવ્યો હતો પરંતુ હાલ પોલીસ તપાસ અને આરોપીઓના 5 દિવસના રિમાન્ડ પછી પણ હત્યામાં વપરાયેલ હથિયાર પોલીસ હજુ સુધી શોધવામાં નિષ્ફળ નીવડી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે જેને લઇ પોલીસ ની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે બીજી બાજુ હત્યાના ગુન્હા ને લઇ જિલ્લાભરની પોલીસ પણ ખડકી દેવામાં આવી હતી છતાં હત્યાના 8 દિવસ પછી પણ હજુ સુધી મુદ્દામાલ રિકવર થયો નથી ત્યારે અનેક સવાલો ઉદ્ભવતા જોવા મળી રહ્યા છે

Back to top button
error: Content is protected !!