AHAVADANGGUJARAT

વઘઈ તાલુકાનાં સૂપદહાડને નજીક બાઇક સ્લીપ થઇ જતા 10 વર્ષીય દીકરીનું મોત નિપજ્યું,જ્યારે 3 ને ઈજા પોહચી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં સૂર્યાબરડાથી સૂપદહાડને જોડતા માર્ગમાંથી એક અજાણ્યો ઈસમ તથા એક બહેન અને 10 વર્ષીય દીકરી તથા એક 7 માસની દીકરી એમ ચાર જણા મળી એક મોટરસાયકલ પર સવાર થઈને જઈ રહ્યા હતા.ત્યારે મોટરસાયકલ ચાલકે ગફલતભરી રીતે હંકારી લાવતા મોટરસાયકલ સ્લીપ ખાઈ ગઈ હતી અને અક્સ્માત સર્જાયો હતો.જેમાં 10 વર્ષીય દીકરીનું મોત નિપજ્યું હતુ.જ્યારે અજાણ્યા ઈસમ સહીત માતા અને 07 માસની બાળકીને ગંભીર ઈજાઓ પોહચી હતી.ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ભાપખલ ગામના ગણેશ સોમાભાઈ ચૌહાણ (ઉ. વ.35) એ તેમની પત્ની જયા તથા તેમની બે દિકરીઓ સાથે બીલીમોરાથી બસમાં બેસી વઘઈ ખાતે આવવા નીકળેલ હતા અને બપોરના આશરે ત્રણેક વાગ્યાના સમયે વઘઇ ખાતે પહોંચી. વઘઇ ખાતેથી તેમની મોટર સાયકલ લઇને ચારેય મોટર સાયકલ ઉપર સવાર થઈ વઘઇથી ભાપખલ જતા હતા.ત્યારે સાકરપાતળ થઈ દગુનીયા થઈ સાંજના ચારેક વાગ્યાની આસપાસ સુર્યબરડા પહોંચતા તેમના હવાલાની મોટર સાયકલના ટાયરમાં પંચર પડતા  તેઓ રોડની સાઇડમાં ઉભા હતા.ત્યારે એક મોટર સાયકલ GJ-15-BH-4869નાં ચાલક દગુનીયા બાજુથી આવતા તેને હાથથી ઇશારો કરી મોટર સાયકલ ઉભુ રખાવી એને તેમાં ગણેશભાઇએ તેમની પત્ની જયા તથા દિકરી વિવેકા (ઉ.વ 10) તથા દિકરી અંજલી (ઉ.વ 07 માસ)ને આ મોટર સાયકલ ચાલકની પાછળ બેસાડી દીધેલ અને ચાલકને તેઓને નડગચોંડ નાકા ખાતે ઉતારી દેવા જણાવેલ હતુ.અને ગણેશભાઇ તેમની પાછળ પંચર વાળી મોટર સાયકલ ઉપર બેસી ધીરે ધીરે આવતા હતા.ત્યારે  સુર્યાબરડાથી સુપદહાડ જતા રસ્તા વચ્ચે સુર્યાબરડા થી ઉતરતા ઢાળમાં આવતા  મોટર સાયકલ ચાલક શૈલેષ શિવદાસ કાનાતનાંએ મો.સા સ્લીપ ખવડાવી દીધી હતી.આ અકસ્માતમાં દીકરી વિવેકાબેન ઉ.વ.10ને  છાતીના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા  તેણીનુ મોત નિપજ્યું હતું.અને દિકરી અંજલી (ઉ.વ.06 માસ)ને માથા ના ભાગે ઇજા પહોંચી હતી તથા  જયાબેનને છાતીના ભાગે તથા પગના ભાગે ઇજા પહોંચી હતી અને મોટરસાયકલ ચાલકને શરીરે નાની-મોટી ઈજા પહોંચી હતી.આ અકસ્માતને પગલે ગણેશભાઇ એ સાપુતારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.હાલમાં સાપુતારા પોલીસે મોટરસાયકલ ચાલક શૈલેષભાઈ  શિવદાશભાઈ કાનત સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

Back to top button
error: Content is protected !!