દાહોદ કલેકટર સુરભી ગૌતમના અધ્યક્ષ સ્થાને પશુપાલન વિભાગની યોજાઈ બેઠક
AJAY SANSIJuly 14, 2026Last Updated: July 14, 2026
8 Less than a minute
તા.૧૪.૦૭.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ કલેકટર સુરભી ગૌતમના અધ્યક્ષ સ્થાને પશુપાલન વિભાગની યોજાઈ બેઠક
દાહોદ જિલ્લામાં કલેકટર કચેરી ખાતે પશુપાલન વિભાગની જિલ્લા પ્રાણી ક્રુરતા નિવારણ સોસાયટીની કલેકટર સુરભી ગૌતમની અધ્યક્ષતા હેઠળ બેઠક યોજવામાં આવી હતી. જે દરમ્યાન પ્રાયોજના વહીવટદાર પ્રતિક જૈન, નાયબ પોલીસ અધિક્ષક કલાસવા, નાયબ પશુપાલન અધિકારી ડૉ. ગોસાઈ સહિત સંબંધિત અધિકારીઓ -કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ દરમ્યાન નાયબ પશુપાલન અધિકારી ડૉ. કમલેશ ગોસાઈ એ મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ જિલ્લા-તાલુકા કક્ષાની કમિટીની વિગત રજુ કરી હતી. પશુધન બજાર વિનિયમ નિયમો, પશુ ચિકિત્સા અધિકારીઓના કાર્યો વિશે, એન.ડી.એલ.એમ. તેમજ ડિસ્ટ્રિક્ટ લેવલ સ્લોટ હાઉસ સબ કમિટીની દ્વારા ત્રિમાસિક ગાળામાં કરેલ કામગીરી સહિત પી.એમ. ધન ધાન્ય કૃષિ યોજના અંગેની સમિક્ષા કરવામાં આવી હતી